પાટણ શહેરમાં સંબંધ રાખવાની ના પાડતાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

પાટણ
પાટણ

પાટણ શહેરમાં એક યુવકે પોતાનું નામ બદલીને એક યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાનો મામલો સામે આવ્યો છે. વાસ્તવિકતા જાણ્યા બાદ યુવતીએ જ્યારે યુવક સાથે સંબંધ કાપી નાખતા આરોપીએ યુવતીની અંગતપળના ફોટો વાઈરલ કરવાની ધમકી આપતા ચકચાર મચી છે. આ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પાટણ શહેરમાં રહેતી એક યુવતી તેના સંબંધીના ઘરે લગ્નપ્રસંગે હોય તેમાં હાજરી આપવા માટે ગઈ હતી. જેમાં વરઘોડામાં ઘોડી લઈને આવેલા યુવક સાથે ભોગ બનનારનો સંપર્ક થયો હતો. ઘોડી લઈને આવેલા યુવકે પોતાની ઓળખ દરબાર તરીકે આપી હતી અને ચીઠ્ઠીમાં પોતાનો મોબાઈલ નંબર લખીને યુવતીને આપ્યો હતો. ત્યારબાદ બંને છુટ્ટા પડી ગયા હતા. યુવતીએ ઘરે આવીને જે નંબર આપ્યો હતો તેના પર ફોન કરી વાતચીત કરી હતી. ત્યારબાદ યુવક દ્વારા ફોન કરી યુવતીને પાટણના મોતિસા દરવાજાથી ખાન સરોવર જવાના માર્ગ પર મળવા માટે બોલાવી હતી. જ્યાંથી યુવક અને યુવતી બંને બાઈક પર ફરવા ગયા હતા અને ખેતરની વાડમાં શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ બંને અવારનવાર બહાર ફરવા જતા હતા અને શરીર સંબંધ બાંધતા રહેતા હતા.


એક દિવસ યુવકે સામેથી જ યુવતીને કહ્યું હતું કે, તેનું નામ મોહમંદહુશેન બલોચ છે. આ જાણીને યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. યુવકની વાત સાંભળ્યા બાદ યુવતીએ કહ્યું હતું કે, હવે તું મને મળવા આવતો નહીં મારે તારી સાથે સંબંધ રાખવો નથી.યુવતીએ સંબંધ રાખવાની ના પાડી હોવા છતા મહંમદહુશેન ઉર્ફે દરબાર બલોચ દ્વારા યુવતીને ફોન કરવામાં આવતો હતો અને મળવા માટે દબાણ કરતો હતો. જો તે મળવા નહીં જાય તો તેની પાસે રહેલા ફોટો વાઈરલ કરવાની ધમકી આપતો હતો.આરોપીથી ડરી ગયેલી યુવતી તેના ઘરે માતાપિતાને આ બાબતની જાણ કરી શકતી ન હતી. જો કે, એક દિવસ પોતે ગુમસુમ હોય તેના માતાએ પૂછતા યુવતીએ પોતાની આપવીતી જણાવી હતી. ત્યારબાદ આ મામલે આરોપી સામે પાટણ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.