
પાટણમાં અષ્ટવક્ર વિકલાંગ ટ્રસ્ટ દ્વારા ઇલેક્ટ્રિક સ્માર્ટ સ્ટીકનું વિતરણ કરવામાં આવ્યું
પાટણના શ્રી અષ્ટવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટ દ્વારા શહેરની ભગવતીનગર સોસાયટી ખાતે 30 થી 40 જેટલા દિવ્યાંગ અને અંધ ભાઈ-બહેનોને રસ્તા ઉપર અવરોધનો માર્ગ બતાવવાની ઈલેક્ટ્રીક સ્માર્ટ સ્ટીક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જે દિવ્યાંગ ભાઈ બહેનો માટે આપવામાં આવેલી કીટ વિતરણના દાતા હિમાંશી શ્રીવાસ્તવા અને અંકિત શ્રીવાસ્તવા દ્વારા પાટણના શ્રી અષ્ટવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટને આ સમગ્ર કીટ અર્પણ કરવામાં આવી હતી,જ્યારે આ સમગ્ર કીટનું વિતરણ શ્રી અષ્ટાવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટ દ્વારા વિકલાંગ અને દિવ્યાંગ ભાઈ-બહેનોને કરવામાં આવ્યું હતું.ત્યારે આ પ્રસંગે શ્રી અષ્ટવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ કનુભાઈ પરમાર,મંત્રી કિર્તીભાઈ પટેલ,કનુભાઈ પટેલ,લતાબેન સુરી તેમજ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.