પાટણ લોકસભા ઉમેદવાર ભરતસિંહ ડાભીએ રોડ શો યોજી કલેક્ટર સમક્ષ ઉમેદવારી નોંધાવી, મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટ્યા

પાટણ
પાટણ

લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા અંગેની શરૂઆત થઈ ગઈ છે. આજે મંગળવારે પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત ડાભીએ પાટણ ની જૂની શિશુ મંદિર શાળા ખાતે જનસભાને સંબોધી હતી ત્યાર બાદ ખુલ્લી જીપ માં લોકોના અભિવાદન ઝીલતા રેલી સ્વરુપે શિશુ મંદિર ખાતે થી મદારસા, દોશીવટ બજાર હિંગળાચાચર, બગવાડા દરવાજા, રેલ્વે સ્ટેશન, પાલિકા બજાર, કોલેજ રોડ, કલેકટર કચેરી ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં બપોરે 1 વાગ્યાના મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરવા માટે પાટણ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતી. ફોર્મ ભરતી વખતે તેમની સાથે પાટણ પ્રભારી જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દસરથજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

ઉમેદવારી પત્ર ભરતા પહેલા યોજાયેલી જાહેર સભામાં ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે અને 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાનું સ્વપ્ન રખાયું છે. તેમણે કહ્યું કે આ ચૂંટણી ગુજરાત માટે ગૌરવરૂપ છે, દેશ માટે 2024 માં ઇતિહાસ બનવા જઈ રહી છે. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે ત્રીજીવાર વિજેતા બનીએ હેટ્રીક કરવાના છે ત્યારે આપણે સૌએ ગૌરવ સાથે ગુજરાતની તમામ 26 બેઠકો મોટી લીડથી જીતીને કમળ દિલ્હી મોકલવાના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.