પાટણ એલસીબીએ સમી વિસ્તારમાં થી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

પાટણ
પાટણ

પાટણ એલસીબીએ સમી વિસ્તારમાંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓએ આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ અંતર્ગત પાટણ જીલ્લામાંથી પ્રોહી લગતની ગે.કા.પ્રવુતિ દુર કરવા કરેલ સુચના આધારે

પાટણ એલસીબી ઈન્ચાજૅ પીઆઈ વી.આર.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે ખાનગી વાહનમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે સમી પો.સ્ટે. વિસ્તારના અમરાપુર ગામથી નાનારણમાં જવાના રસ્તે આવેલ ઘુતડીબેટમાં બાવળોની ઝાડીમાં રેઇડ કરતાં સિન્ધી (ડફેર) શેરખાન ઉર્ફે નાનુભા સુલેમાન શાહુ રહે. અમરાપુર પાટી તા.સમી જી.પાટણવાળો ગુજરાતમાં દારૂ બંધી હોવાનુ જાણતા હોવા છતાં અમરાપુર ગામેથી નાના રણમાં જતાં રસ્તા ઉપર આવેલ ધુતડીબેટ માં આવેલ બાવળોની ઝાડીમાં ગે.કા રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ લાવી મંગાવી સંતાડી રાખી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૪૮૦ કિ.રૂ.૪૨,૨૪૦/-નો મુદ્દામાલ રાખી રેડ દરમ્યાન પોતાની સ્વીફ્ટ ગાડી લઇ નાસી ગયેલ હોઇ જે દારૂનો જથ્થો હસ્તગત કરી આ બાબતે સમી પો.સ્ટે.માં ગુન્હો રજી કરાવી આગળ ની કાર્યવાહી સમી પોલીસે હાથ ધરી ભાગી છુટેલ સિન્ધી (ડફેર) શેરખાન ઉર્ફે નાનુભા સુલેમાન શાહુ રહે. અમરાપુર પાટી તા.સમી જી.પાટણ ને ઝડપી લેવાના ચક્રો ગતિશીલ કયૉ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.