ડીસા ખાતે વડાપ્રધાનની જાહેર સભાને લઈ પાટણ એલસીબી દ્વારા પાટણના રાજપૂત આગેવાનો અને કોંગ્રેસ કાર્યકરોની અટક કરાઈ

પાટણ
પાટણ

ડીસા ખાતે આયોજિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ક્ષત્રિય સમાજ દ્વારા ન ઘટે તે માટે વડાપ્રધાનની જાહેરસભા પૂર્વે પાટણ ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 ના આગેવાનો સાથે પાટણના કેટલાક કોંગ્રેસી આગેવાનોઅને કાયૅકરોની પોલીસ તંત્ર એ અટકાયત કરવામાં આવી હતી.

ડીસા ખાતે પી.એમ મોદીની જંગી જાહેર સભાને અનુલક્ષી પાટણ રાજપૂત સમાજના આગેવાનોને સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન ન થાય તે માટે વડાપ્રધાનના ડીસા ખાતેના આગમન પૂર્વે જ પાટણ  એલ.સી.બી પોલીસ દ્વારા અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાટણ ખાતે ક્ષત્રિય આગેવાનો અને કોંગ્રેસ આગેવાનોની અટકાયત કરી નજર કેદ કરાયા હોવાના મામલે પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે ક્ષત્રિય આગવાનો સહિત કોંગ્રેસના કાર્યકરોની મુલાકાત લીધી હતી. પાટણ એલ.સી.બી ખાતે તમામ ક્ષત્રિય આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો મળીઅંદાજે દશેક આગેવાનોની અટકાયત કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.