પાટણ બેતાલીસ ઠાકોર સમાજ ની બનતી હોસ્ટેલ માટે રૂ. ૨૫ લાખની દાનની જાહેરાત કરતાં ચંદનજી ઠાકોર

પાટણ
પાટણ

પાટણ બેતાલીસ ઠાકોર સમાજ ટ્રસ્ટ ની બેઠકમાં દાતાઓને શિક્ષણ સેવા માટે દાનની સરવાણી વહાવવા અપીલ કરાઈ

પાટણ શહેરમાં ઠાકોર સમાજ ની હોસ્ટેલનું કામ યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે ત્યારે આ હોસ્ટેલનું નિમૉણ કાયૅ ઝડપી બને અને હોસ્ટેલ ના નિમૉણ કાયૅમાં સમાજના શ્રેષ્ઠીઓ તરફથી ઉદાર હાથે સખાવત કરવામાં આવે તેવી અપીલ સમાજ અગ્રણીઓ સમક્ષ પાટણ બેતાલીસ ઠાકોર સમાજ ના પ્રમુખ અને સિધ્ધપુર ના પૂવૅ ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા અપીલ કરી પોતાના તરફથી ઠાકોર સમાજ ની હોસ્ટેલ માટે રૂ. ૨૫ લાખના માતબર દાનની જાહેરાત કરવામાં આવી હતી.

પાટણ શહેરમાં બેતાલીસ ઠાકોર સમાજ ના વિધાર્થીઓને રહેવા, જમવા સહિત ની તમામ પ્રકારની સુવિધાઓ ને ઉપલબ્ધ બને તેવા શુભ ઉદેશ થી પાટણ બેતાલીસ ઠાકોર સમાજ ટ્રસ્ટ ની રચના કરી હોસ્ટેલ ની કામગીરી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે ગતરોજ પ્રમુખ ચંદનજી ઠાકોર ના વડપણ હેઠળ સમાજની કારોબારી મિટિંગ યોજાઈ હતી જેમાં સમાજ ની દીકરીઓ રહેવા અને ભણવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા હાથ ધરાયેલ હોસ્ટેલના કામ બાબતે વિસ્તૃતરૂપે ચર્ચા વિચારણા કરાઈ હતી.

જેમાં ટ્રસ્ટ પ્રમુખ ચંદનજી ઠાકોર તરફથી છાત્રાલય માં 25 લાખ રૂપિયા ના માતબર દાનની  જાહેરાત કરી સમાજના અન્ય શ્રેષ્ઠીઓને પણ આ શિક્ષણ સેવાના કાયૅમાં ઉદાર હાથે દાનનો પ્રવાહ વહાવવા અપીલ કરવામાં આવી હતી. પાટણ બેતાલીસ ઠાકોર સમાજ ટ્રસ્ટ ની મળેલી આ બેઠકમાં પ્રમુખ ચંદનજી ઠાકોર સહિત કારોબારી સભ્યો અને સમાજ આગેવાનો, દાતાઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હોસ્ટેલ ની ચાલતી કામગીરી નિહાળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.