
પાટણના બી.ડી. હાઇવેથી રામની વાડી વચ્ચે ભુગર્ભ ગટર ઉભરાતાં રાહદારીઓ ભારે પરેશાન
પાટણ શહેરની બી.ડી. હાઇસ્કૂલથી આગળ સરીયદ જવાનાં માગે આવેલ પાટીદાર સમાજની વાડી અને રામની વાડીની વચ્ચેનાં ભાગમાં સમાજની વાડીથી 300 ફૂટ દૂર રોડ નીચેની ભુગર્ભ ગટર લાઇનમાંથી છેલ્લા એક વર્ષથી ગટરનાં પાણી ઉભરાતા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.
પાટણ શહેરની બી.ડી. હાઇસ્કૂલથી આગળ સરીયદ જવાનાં વિસ્તારમાંથી પસાર થતી પાટણ નગરપાલિકા હસ્તકની ભુગર્ભ ગટરમાંથી છેલ્લા એક વર્ષથી ભુગર્ભ ગટરનાં ગંદા પાણી ઉભરાતા હોવાની ફરીયાદો ઉઠી હતી. જે અંગે અત્રેથી પસાર થતાં ખેડૂતો અને વાહનચાલકોએ નગરપાલિકાને રજુઆત કરી છે. છતાં તે અંગે કોઇ ઉકેલ આવતો નથી. જેનાં કારણે સમગ્ર માર્ગ ઉપર આ ગંદા પાણી રેલાયેલા છે. આ અંગે સત્તાવાળાઓએ કોઇ કાર્યવાહી કરવી જોઇએ. એવું આ વિસ્તારનાં ખેડૂતો જયંતીભાઈ પટેલે સાહિત ખેડૂતોએ માંગ કરી છે.