પાટણમાં લોકસભાની ચૂંટણીને લઈ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિના ભાગરૂપે ચિત્ર સ્પર્ધાનું આયોજન

પાટણ
પાટણ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે અનેક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. આ પ્રવૃતિઓના ભાગરૂપે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની શાળાઓમાં પોસ્ટર સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગેરેનું આયોજન કરી મતદાન જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. શાળાઓના વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવીને તેઓને આ પ્રવૃતિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


પાટણ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા જિલ્લા સ્વીપ નોડલ અધિકારી વ જિલ્લા શિક્ષણાધિકારી પાટણના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્પર્ધાઓ જેવી કે, પોસ્ટર સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતુ. મતદાન કરવાની મહત્વતા પર આયોજીત આ સ્પર્ધાઓમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. સ્પર્ધા બાદ વિદ્યાર્થીઓ દ્વારા મતદાન અંગેના શપશ પણ લેવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.