પાટણ ના 1279 માં સ્થાપના દિને નગરદેવી કાલિકા માતાજીના આશીર્વાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી

પાટણ
પાટણ

શોભાયાત્રા ને કેબીનેટમંત્રી, સાંસદ,ધારાસભ્ય સહિત ના રાજકીય, સામાજિક આગેવાનોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું બે બગીઓ,1બેન્ડ, ડીજે,7 ધોડેશ્વાર,સિદી ધમાલ ,અને આદિવાસી નૃત્ય સહિત પયૉવરણ બચાવો સહિત ટેબલો જોડ્યા ઐતિહાસિક પાટણ ના 1279 માં સ્થાપના દિવસ ની ઉજવણી પ્રસંગે રવિવારે પાટણ નગરપાલિકા અને અખીલ ગુજરાત રાજપૂત સમાજ સહિત વિવિધ સમાજો,ધાર્મિક,શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ, મંડળોના ઉપક્રમે શહેર નગરદેવી કિલિકા માતાજી ની આરતી સાથે આશીર્વાદ મેળવી ભવ્ય  શોભાયાત્રા પ્રસ્થાન પામી હતી. આ શોભાયાત્રામાં રાજવી પરિવારના રાજવીઓ અને પાલિકા પ્રમુખ  ના પરિવાર બગીમાં.

બિરાજમાન થયા હતા તો શોભાયાત્રા માં કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય ડો.કિરીટ પટેલ કે. સી. પટેલ,ડો.વી.એમ.શાહ,ડો.દશરથજી ઠાકોર, કિશોર મહેશ્વરી, સ્નેહલ પટેલ,મનોજ પટેલ, ધેમરભાઈ દેસાઈ,ભરત ભાટિયા સહિત રાજકીય, સામાજિક આગેવાનોએ જોડાઈ શોભાયાત્રા ની શોભા વધારી હતી.

શોભાયાત્રા માં 1બેન્ડ, ડીજે,7 ધોડેશ્વાર, પયૉવરણ બચાવો જાગૃતિ સહિત ના ટેબલો સાથે સિદી ધમાલ અને આદિવાસી નૃત્ય આકષૅણનુ કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રા કાલિકા માતાજી મંદિર થી પ્રસ્થાન  પામી રતનપોળ,ત્રણ દરવાજા, હિંગળાચાચર થઈ બગવાડા ખાતે સંપન્ન થઈ હતી.શોભાયાત્રા નું માર્ગો પર વેપારીઓ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.શોભાયાત્રા બગવાડા ખાતે પહોંચતા રાજા વનરાજ ચાવડા અને સિદ્ધરાજ જયસિંહ ની પ્રતિમાને માલ્યાર્પણ કરી શોભાયાત્રા જાહેર સભાના રૂપમાં ફેરવાઇ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.