સિધ્ધપુરના મામવાડા ગામે વિકસિત ભારત સંકલ્પયાત્રાના રથનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું

પાટણ
પાટણ

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં સિધ્ધપુર તાલુકાના મામવાડા ગામે રથનું આગમન થતાં ગ્રામજનોએ રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રીના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભ આપી લાભાન્વિત કરવામાં આવ્યાં હતા.જનહિતલક્ષી યોજનાઓના લાભથી કોઈપણ વ્યક્તિ વંચિત ન રહી જાય એ ઉદ્દેશ્ય સાથે સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો “વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો” રથ સમગ્ર જિલ્લામાં ફરી રહ્યો છે. જે આજે મામવાડા ગામે આવી પહોંચતાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતએ જણાવ્યું કે, છેવાડાનો કોઈ પણ માનવી સરકારની કલ્યાણકારી યોજનાઓથી વંચિત ન રહી જાય તે માટે તેઓના પ્રયત્નોના ભાગરૂપે વિકસિત ભારત સંકલ્પયાત્રાનો રથ ગામે-ગામ ફરી રહ્યો છે. પહેલાના સમયમાં કોઈ પણ કામ કરવું હોય અથવા કોઈ લાભ મેળવવો હોય તો ખુબ સમય લાગતો પરંતુ હવે તો સરકાર ખુદ આપના આંગણે આવી છે. આ રથ આપ સૌના આંગણે આવે છે અને તેને આપ સૌ વધાવી લો છો. બસ આ જ રીતે સરકારની વિવિધ યોજનાઓને વધાવીને યોજનાઓનો લાભ સૌ કોઈએ લેવો જોઈએ. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની તમામ યોજનાઓ લાભાર્થી સુધી પહોંચે તે માટે ગામના આગેવોનો પણ સતત ચિંતા કરે છે.


આ આગેવાનોને પણ મારે આજે અભિનંદન પાઠવવા છે. મને આજે કહેતા આનંદ થાય છે કે, મામવાડા ગામમાં 17 માંથી 6 યોજનાઓનું 100 ટકા કામ પૂર્ણ થઈ ચુક્યું છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, જીવનમાં 5 ઋણ હોય છે. સમાજ, વતન, ગામ, ગૂરુ, અને મા-બાપનું ઋણ. તે ઉપરાંત છે રાષ્ટ્રનું ઋણ. આ તમામ ઋણ આપણે બખુબી નિભાવીએ અને સંકલ્પયાત્રા દરમિયાન સંકલ્પ લઈએ કે, આપણે સૌ તમામ યોજનાઓનો લાભ લેશુ. અને વડાપ્રધાનના આ સંકલ્પમાં સહભાગી બનીશુ. આપણો દેશ આત્મનિર્ભર થાય, મહાસત્તા બને, કોઈ ગરીબ ન રહે તે માટે વડાપ્રધાનનું લક્ષ્ય છે. આવો વડાપ્રધાનના આ લક્ષ્યને પરીપૂર્ણ કરવામાં સહકાર આપીએ અને વિકસિત ભારત સંકલ્પયાત્રા થકી તમામ યોજનાઓનો લાભ લઈએ.આ પ્રસંગે મંત્રી અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભ અપાયા હતા. ‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ સરકારની યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓએ યોજનાના લાભથી તેમના જીવનમાં આવેલ પરિવર્તન અને બદલાવની સફળવાર્તાઓ રજૂ કરી હતી. આજના કાર્યક્રમમાં કુલ 815 લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કુલ 579 લોકોની આરોગ્ય કેમ્પમાં તપાસ કરવામાં આવી હતી. તદઉપરાંત 752 લોકોની ટીબી રોગની તપાસ કરવામાં આવી હતી. માય ભારત અંતર્ગત કુલ 10 સ્વયંસેવકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. કુલ 75 રમતવીરોને તેઓના ક્ષેત્રમાં મેળવેલ નોંધપાત્ર સિદ્ધી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. કુલ 17 લોકોને સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ કરાઈ હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીનો સંદેશ અને ઓપનિંગ મુવી ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.