![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/sidh.png)
સિદ્ધપુરમાં ચાલી રહેલાં કાર્તિકી મેળામાં ચાલુ રાઇડ્સનો ડબ્બો તૂટ્યો, માતા-પુત્રી અને પુત્રને ગંભીર ઈજા
પાટણના સિદ્ધપુરમાં હાલ કાર્તિકી મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં ચાલું રાઈડ્સનો ડબ્બો તૂટી ગયો હતો. આ ડબ્બામાં બેઠેલ માતા-પુત્રી અને પુત્ર બહાર ફંગોળાયા હતા. જેથી તેમને ગંભીર ઈજા પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સિદ્ધપુરમાં ચાલી રહીલા મેળામાં એક દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ટોરાટોરા નામની ચાલુ રાઇડ્સમાં ડબ્બો અચાનક તૂટી જવાથી અંદર બેઠેલાં માતા પૂત્રી અને પુત્રને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તો ને ધારપુર હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના શનિવારે સાંજે બનેલી હોવાની માહિતી સામે આવી છે.