પાટણમાં ભગવાન પદ્મનાભ ના સપ્તરાત્રી મેળાના પાંચમા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું

પાટણ
પાટણ

પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદમનાભજીના રેવડિયા મેળા તરીકે પ્રસિદ્ધ એવા સપ્ત રાત્રી મેળા જેમ જેમ પસાર થઈ રહ્યા છે તેમ તેમ મેળામાં લોકોને ભીડ જામતી જાય છે. ત્યારે પાટણના આંગણે પધારેલા દ્વારકા પીઠાધી સ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે પણ શ્રી પદ્મનાભ મંદિર પરિસરમાં શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ અને શ્રી પદ્મનાભ ઉત્સવ સમિતિ તેમજ પાટણ પ્રજાપતિ સમાજના આમંત્રણ ને માન આપીને પોતાના પાવન પગલાં કર્યા હતા. અને પદમનાભ વાડીના ગુરૂદ્રારા મા પુજાતા નિરંજન નિરાકાર માટી સ્વરૂપે ના જગતગુરુ શંકરાચાર્ય ના ચારે ચાર મઢોના જગત ગુરુઓના કયારાઓ સાથે શ્રી પદમનાભ ભગવાનના ક્યારાની પુજા અચૅના કરી શ્રી પદમનાભ ભગવાન અને શ્રી પદમનાભ વાડી ની રચના નો ઈતિહાસ જાણી પવિત્ર ભૂમિ ની સરાહના કરી હતી.


પાટણમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા ભગવાન પદ્મનાભજીના સપ્ત રાત્રી મેળામાં પાચમા દિવસે દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડતાં મેળાની રંગત જામી હતી. પરંપરાગત મેળામાં દૂર દૂર રહેતાં પ્રજાપતિ સમાજના શ્રદ્ધાળુઓ મેળાની મજા માણવા માટે પરિવાર સાથે ઉમટી પડ્યાં હતા તો પાટણ તથા આજુબાજુના ગામો માંથી પણ લોકો આ સપ્ત રાત્રી મેળામાં ભગવાન પદમનાજીના દશૅન અને મનોરંજન ના સાધનો સાથે ખાણી પીણી ની મિજબાની માટે ઉમટયા હતા.મેળામાં લોકોએ ચકડોળ, ચકરડી સહિત જુદીજુદી રાઇડ્સોમાં મનોરંજન મેળવી આનંદ માણ્યો હતો. તો રોશનીથી ઝળહળી ઉઠતી પદમનાભ વાડી ના કારણે મેળો પણ ઝળહળી ઉઠ્યો હતો. ખાણી- પીણીના સ્ટોલ પર લોકોએ ચટાકા માણ્યા હતા. ભક્તોએ મેળામાં ભગવાનને રેવડીનો પ્રસાદ સાદર કર્યો હતો. દરરોજ ભગવાન ને અવનવાં ફુલોની આંગી રચના કરવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.