રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનાં નિવાસસ્થાને પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી

પાટણ
પાટણ

રાધનપુરના વડનગર ખાતે વિધાનસભા ના અધ્યક્ષ શંકર ચૌધરીના ઘરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પૂજ્ય લગધીરબાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનાં નિવાસસ્થાને પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી .

 


વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનાં પિતા લગધીરબાપા નું 102 વર્ષની વયે નિધન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી છે. પૂજ્ય શ્રી લગધીરબાપાને શ્રદ્ધાંજલી અર્પણ કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ગામ સ્થિત તેઓના નિવાસસ્થાને આવ્યા હતાં. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પૂજ્ય લગધીરબાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.આ પ્રસંગે બનાસકાંઠાના સંસદસભ્ય પરબતભાઈ પટેલ, પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકી, તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક રવીન્દ્ર પટેલ તેમજ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.