બળજબરીપૂર્વક બેસાડીને ધમકીઓ આપી ગાડીમાં સામાજિક મામલે હસ્તક્ષેપ કરવાનું કહી રાતભર ગોંધી રાખ્યો

પાટણ
પાટણ

પાટણની એક જવેલર્સની દુકાનમાં નોકરી કરતાં શૈલેષ ચીમનલાલ ભાટીયા (ઉ.વ.44) રે. ભૈરવ સોસાયટી-ભાગ-2, પાંજરાપોળ પાસે, પાટણવાળાને પાટણનાં કનાસડા દરવાજે રંગીલા હનુમાન પાસે બોલાવી ગાડીમાં બળજબરીપૂર્વક બેસાડીને ધમકીઓ આપી ગાડીમાં ગોંધી રાખી અલગ અલગ જગ્યાએ ફેરવીને શુક્રવારે તેને અપહરણકારોએ તેમનાં સકંજામાંથી છોડયો હતો. આ પછી તેણે પાટણ એ-ડીવીઝન પોલીસ મથકે વિરભણભાઈ રબારી રે. જશનવાડા, તા. ભાભર અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈ.પી.સી.365/114 મુજબ ગુનો નોંધ્યો હતો.

આ બનાવની મળતી માહિતી મુજબ પાટણમાં: ઉપરોક્ત સ્થળે રહેતાં અને પાટણનાં સોની બજારમાં ‘એ.જી. જવેલર્સ’માં નોકરી કરતાં શૈલેષ ભાટીયા ગુરુવારે તા. 8 મીનાં રોજ બજારમાં એક્ટિવા પર જતાં હતા ત્યારે તેમની પર આવેલા ફોન કરનારે તેમને ‘મારે સોનાનાં દાગીના બનાવવા છે તો તમે પાટણનાં ત્રણ દરવાજા પાસે આવી જાઓ.’ તેમ કહેતાં બાદમાં તેમને કનાસડા દરવાજે રંગીલા હનુમાન પાસે આવવા કહેતાં શૈલેષ ભાટિયા ત્યાં જતાં અત્રે તેમનાં સંબંધી અને ઓળખીતા વિરભાણભાઈ તથા એક અજાણ્યો શખ્સ હતો. ગાડી લઈને ઉભેલા તેઓએ શૈલેષ ભાટીયાને કહેલ કે, તમારે મારા સસરા સાથે સારા સંબંધ છે ને છેલ્લા ઘણા સમયથી મારી પત્ની અને મારે અણબનાવ ચાલે છે. તે બાબતે તમે ફોન કરી વાત કરો.

જેથી શૈલેષ ભાટિયાએ તેમને આ તમારો સામાજિક પ્રશ્ન: હોઈ તેમાં તેઓ કાંઈ ન કરી શકે તેમ કહેતાં બંને જણાએ શૈલેષને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને ગાડી અનાવાડા તરફ દોડાવીને દિયોદર બાજુ લઈ જઈને ગાડીમાં ફેરવીને તેમના ગામમાં લઈ ગયા હતા ને રાત પડી જતાં તેઓએ તેને ત્યાં જ રાખીને કોઈને વાત ન કરવા ધમકી આપી હતી. શુક્રવારે તા. 9મીનાં રોજ તેમને દિયોદર મુકી ગયા હતા ને ત્યાંથી શૈલેષ ભાટિયા પાટણ આવીને ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.