ગ્રાન્ટેડ કોલેજોમાં ફિક્સ પગારમાં 30 ટકાનો વધારો કરવા માગ

પાટણ
પાટણ

રાજ્ય સરકારે ફિકસ પગારમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓના ફિકસ પગારમાં 30 જેટલો પગાર વધારો કરવામાં આવ્યો છે. પરંતુ અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને આ વેતન સુધારાના લાભથી આજ દિન સુધી વંચિત રાખવામા આવ્યા છે. આ અંગે અધ્યાપક મંડળ દ્વારા સરકારમાં વારંવાર રજૂઆત કરવામા આવેલ છે.છતાં પણ આજ દિન સુધી અધ્યાપક સહાયકોના ફિક્સ પગારમાં વધારો કરવામાં આવ્યો નથી.ત્યારે આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટાર ડો.કમલ મોઢને આવેદનપત્ર આપ્યું હતું.યુનિવર્સિટીમાં રજીસ્ટાર ને આપેલા આવેદનપત્ર માં જણાવ્યું છેકે નાણાં વિભાગના તા. 18-10-2023 ના ઠરાવથી રાજય સરકાર દ્વારા વર્ગ 3 અને 4 ના આશરે 61650 જેટલા ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં ઉપરોક્ત સંદર્ભ-2 ના શિક્ષણ વિભાગના તા.22-01-24 ના ઠરાવથી રાજયની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા આશરે 6668 જેટલા શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોના ફિક્સ પગારમાં સુધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ ઉપરાંત એસ. ટી. નિગમના કર્મચારીઓ અને ગૃહ વિભાગ હેઠળ પોલીસ કર્મચારીઓના ફિક્સ પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે જે ખૂબજ પ્રશંસનીય અને આવકાર દાયક બાબત છે પરંતુ અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને આ વેતન સુધારાના લાભથી આજ દિન સુધી વંચિત રાખવામા આવ્યા છે જે ખુબજ દુઃખની વાત છે.

અમારી નીચે મુજબની રજૂઆતને સરકાર સુધી પહોંચાડી અધ્યાપક સહાયકોને ન્યાય અપાવશો તેવી વિનંતી સાથે સંદર્ભ-1 અને 2 ના ઠરાવ પ્રમાણે ધોરણ-8,9 અને 10 ની માધ્યામિક શાળાઓમાં શિક્ષણ સહાયકોને માસિક ફિક્સ પગાર રૂ. 40800/- જ્યારે ધોરણ-11 અને 12 ની ઉચ્ચતર માધ્યામિક શાળાઓમાં શિક્ષણ સહાયકોને રૂ.49600/- જેટલો માસિક ફિક્સ પગાર આપવામાં આવે છે. પરંતુ જ્યારે બીજી બાજુ Ph.D./NET/SET /SLET જેવી ઉચ્ચતમ શૈક્ષણિક લાયકાતો ધરાવતા અને કેન્દ્રિયકૃત સીધી ભરતી પ્રક્રિયાથી મેરિટના આધારે કોલેજોમાં નિમણૂંક પામેલા અધ્યાપક સહાયકોને હાલમાં છઠ્ઠા પગાર પંચ મુજબ માસિક રૂ. 40176 /- ફિક્સ પગાર આપવામાં આપવામાં આવે છે જે માધ્યમિક (રૂ.40800) અને ઉ.માધ્યામિક (રૂ.49600) શાળાઓમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા શિક્ષણ સહાયકો કરતાં પણ ઓછો છે.ગુજરાતમાં કોલેજમાં નોકરી કરતા અધ્યાપક સહાયક કરતા ધોરણ 8 માં નોકરી કરતા શિક્ષણ સહાયકનો પગાર વધારે છે જેથી ગુજરાતના શિક્ષણ જગતમાં “વધુ લાયકાત, ઓછો પગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.રાજયની તમામ 11 સરકારી યુનિવર્સિટીઓમાં નિયમોમાં સમાનતા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ-2023 લાગુ કરવામાં આવ્યો છે.ગુજરાતમાં અધ્યાપકોની નવી નિમણૂંક માટે શૈક્ષણિક લાયકાત અને તેઓને બજાવવાની થતી ફરજો/કામગીરી ના ધોરણો સમાન છે પરંતુ આ અધ્યાપકોને વેતન, રજા અને અન્ય સેવાકીય લાભ આપવાની બાબતમાં ભેદભાવ રાખવામા આવે છે. યુનિવર્સિટી ભવનો અને સરકારી કોલેજોમાં અધ્યાપકોને નિમણૂક તારીખથી જ યુજીસી પ્રમાણે પૂરા પગાર સહિત તમામ લાભો આપવામાં આવે છે જ્યારે ગ્રાન્ટેડ કોલેજોમાં યુજીસીની જોગવાઈઓથી વિપરીત’અધ્યાપક સહાયક’તરીકે પાંચ વર્ષ ફિક્સ પગારમાં નિમણૂક આપવામાં આવે છે જેમાં મીડિકલ રજા, પિતૃત્વ રજા કે સીપીએફ નો લાભ પણ આપવામાં આવતો નથી. આથી અધ્યાપકોને આપવાના થતાં આર્થિક તેમજ સેવાકીય લાભની બાબતમાં પણ સમાનતા અને એકસૂત્રતા જળવાઈ રહે તે પ્રકારની જોગવાઈઓ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ-2023 માં દાખલ કરવી જોઈએ તેવી પણ અમારી આપશ્રી સમક્ષ રજૂઆત છે.આથી ઉપરોક્ત સંદર્ભ 1 અને 2 ના ઠરાવની જોગવાઈઓ પ્રમાણે રાજ્યના અન્ય ફિક્સ પગારના કર્મચારીઓને સાતમાં પગાર પંચના બેજીક પગારમાં 30% જેટલો પગાર સુધારણાનો લાભ આપ્યો છે તો એ પ્રમાણે અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને પણ યુ.જી.સી.ના સાતમાં પગાર પંચ પ્રમાણેના બેજીક પગાર (રૂ. 57700) માં 30% જેટલો પગાર વધારાનો લાભ તા. 01-10-2023 થી આપવામાં આવે તેવી લાગણી અને માંગણી કરાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.