જો કોંગ્રેસ આગામી ચૂંટણી જીતશે તો દેશમાં શરિયા કાનૂન લાગૂ કરવામાં આવશે: યોગી આદિત્યનાથ

Other
Other

ઉત્તરપ્રદેશના અમરોહામાં લોકસભા ચૂંટણી માટે જાહેર સભા દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કહ્યું હતું કે, જો કોંગ્રેસ આગામી ચૂંટણી જીતશે તો દેશમાં શરિયા કાનૂન લાગૂ કરવામાં આવશે. અમરોહામાં સીએમએ કહ્યુંકોંગ્રેસના મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે સરકાર બન્યા બાદ શરિયા કાયદો લાગૂ કરવામાં આવશે. દેશ સંવિધાનથી ચાલશે કે શરિયતથી

પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરતા સીએમએ કહ્યું કે તેમણે ગરીબી હટાવોનો નારો આપ્યો હતો અને પૌત્ર પણ પોપટની જેમ ગરીબી હટાવવાની વાત કરે છે. તેમને કેવી રીતે હટાવવામાં આવશે તે કહી રહ્યા છે કે જેની પાસે મિલકત છે તે પચાવીને અન્યમાં વહેંચી દેવામાં આવશે. વાનર વિતરણ કરશે.

સી.એમ યોગી જણાવ્યું હતું કે તમારો દરેક મત કર્ફ્યુથી મુક્તિ અને કાવાડ યાત્રાને આગળ ધપાવવાની ખાતરી આપે છે. દાનિશ અલીનો ઉલ્લેખ કરતા સીએમએ કહ્યું કે છેલ્લી વખત અમરોહામાં વિશ્વાસઘાત થયો હતો અને તમે જેને ચૂંટ્યા છે તે દેશની સંસદમાં ભારત માતા કી જય બોલતો નથી. શું ભારત માતા કી જય ના બોલનારને મત આપવો જોઈએઆપણે ભારતમાં રહીશુંભારતમાં ખાઈશું અને ભારત માતાની સ્તુતિ નહીં કરીએ કેવી રીતે ચાલે? કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, બેશરમ લોકોની હાલત જુઓએકતરફ તેઓ તમારી સંપત્તિ પર અતિક્રમણ કરી રહ્યા છે. બીજીતરફતમે જોયું હશે કે કેવી રીતે માફિયાઓ અને ગુનેગારોના ગળાનો હાર બનાવીને તેમના નામ પર ફાતિહા પઢવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.