કોંગ્રેસ નેતા હરક સિંહ રાવતના ત્યાં EDના દરોડા, જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી

Other
Other

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઉત્તરાખંડના પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા હરક સિંહ રાવતના ઘર પર દરોડા પાડ્યા છે. હરક સિંહ સિવાય ઉત્તરાખંડમાં અન્ય ઘણા લોકોના 10 થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. જમીન કૌભાંડમાં EDએ આ કાર્યવાહી કરી છે. ગત વર્ષે ઓગસ્ટમાં પણ વિજિલન્સ વિભાગે હરક સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર EDએ કોંગ્રેસના નેતાના કુલ 17 સ્થળો પર દરોડા પાડ્યા છે, જેમાંથી 2 દિલ્હીમાં છે.

માહિતી અનુસાર, EDની તપાસ રાજ્યના કોર્બેટ ટાઈગર રિઝર્વમાં કથિત ગેરકાયદેસર ગતિવિધિઓ સાથે સંબંધિત છે. 2022માં હરક સિંહ રાવતને પક્ષ વિરોધી પ્રવૃત્તિને કારણે ઉત્તરાખંડ કેબિનેટ અને બીજેપીની પ્રાથમિક સદસ્યતા પરથી બરતરફ કરવામાં આવ્યાં હતાં.
બાદમાં તેઓ રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા, જેમાં ભાજપે સતત બીજી વખત હિમાલયન રાજ્યમાં જીત હાંસિલ કરી. હરક સિંહ રાવત એ દસ ધારાસભ્યોમાં સામેલ હતા જેમણે 2016માં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવત સામે બળવો કર્યો હતો અને ભાજપમાં જોડાયા હતા.

હરક સિંહ રાવત 1991માં ઉત્તર પ્રદેશમાં મંત્રી બન્યા હતા. તેઓ મંત્રી બનનાર સૌથી યુવા નેતા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં તેઓ ગઢવાલથી કોંગ્રેસના ઉમેદવાર હતા. હરક સિંહ રાવત ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.