અજબ પ્રેમની ગજબ કહાની, પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા બન્યો ફર્જી પાયલોટ

Other
Other

વડોદરામાં અનોખો ક્રાઈમનો કિસ્સો સામે આવ્યો છે.જેમાં ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા ફર્જી પાયલોટ બની રોલા પાડતો યુવક ઝડપાયો છે. હાલના સોશિયલ મીડિયાના જમાનામાં યુવાનો છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે મોટી મોટી વાતો અને નકલી ઓળખ આપતા હોય છે. ત્યારે આવું જ કંઈક વડોદરામાં જોવા મળ્યું છે. જેમાં વડોદરાનો એક યુવાન પોતાની ગર્લફ્રેન્ડસને ઈમ્પ્રેસ કરવા માટે નકલી પાયલોટ બન્યો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,વડોદરામાં અનોખો ક્રાઈમનો કિસ્સો સામે આવ્યો છે. ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા નકલી પાયલોટ બની રોલા પાડતો યુવક ઝડપાયો છે. જે આરોપીએ ચાર ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા નકલી પાયલોટ બન્યો હોવાનું સામે આવ્યું છે. એર ઇન્ડિયાના પાયલોટની ઓળખ આપી એરર્પોટમાં પ્રવેશતા સુરક્ષાકર્મીઓએ દબોચ્યો છે. આતંકી હોવાની શંકાએ IB સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરાઈ હતી. જેમની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં એવો પણ ખલાસો થયો છે કે, આરોપી મુંબઈનો છે. જેનું નામ રક્ષિત માંગેલા છે. અને તે અસલી પાયલટ બનવાની ઘેલછામાં નકલી પાયલોટ બન્યો હતો.

મુંબઈના 20 વર્ષીય રક્ષિત માંગેલાની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે,પાયલોટ હોવાની ડંફાસ મારી અમદાવાદ, રાજકોટ અને મુંબઈમાં ગર્લફ્રેન્ડ બનાવી હતી. યુવતીઓને પાયલોટના યુનિફોર્મમાં ફ્લાઇટ સાથે ફોટા મોકલી ઈમ્પ્રેસ કરતો હતો. પોલીસે યુવક પાસે જ ગર્લફ્રેન્ડને મેસેજ કરાવ્યો હતો કે, કે હું પાયલોટ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.