રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા25 ફેબ્રુઆરી, 2025| Super Admin

સાસમ ગામમાં આખલા યુદ્ધમાં યુવક ઇજગ્રસ્ત સારવાર અર્થે ખસેડાયો

સાસમ ગામમાં આખલા યુદ્ધમાં યુવક ઇજગ્રસ્ત સારવાર અર્થે ખસેડાયો

પાલનપુર તાલુકાના સાસમ ગામ માં આખલાઓના આતંકની ઘટના સામે આવી હતી. જેમાં આખલાઓ વચ્ચેના યુદ્ધમાં એક યુવકને ઇજા થતાં સારવાર અર્થે ગઢ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. શહેરી વિસ્તાર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા ઢોરો નો ત્રાસ વધી રહ્યો છે. પાલનપુર તાલુકાના સાસમ ગામમાં બે આખલાઓ ઝગડતા એક યુવક ને અડફેટે લીધો હતો. આખલાઓ ની અડફેટે  ચડેલા યુવકને ઈજા પહોંચી હતી. ત્યારે ઈજાગ્રસ્ત યુવક ને સારવાર અર્થે ગઢ રેફરલ ખસેડાયો હતો. સાસમ ગામમાં રખડતા પશુઓને લઈને ગ્રામજનો ત્રસ્ત બન્યા છે. અનેકવારની રજુઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી. ત્યારે આખલાઓની લડાઈ માં યુવક ને ઈજાઓ થતાં ગ્રામજનો માં રોષ જોવા મળ્યો હતો.

સંબંધિત સમાચાર