પાલનપુરમાં વરસાદને પગલે રોડ અને હાઇવે પર ઠેર-ઠેર ખાડા પડયા છે. રોડ પર ખાડાઓના સામ્રાજ્યને લઈને વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા બિસ્માર રોડ રસ્તાની મરામત હાથ ધરાઈ હતી. પાલનપુર સહિત જિલ્લાભરમાં વરસાદને પગલે રોડ રસ્તાઓની હાલત બિસ્માર બની ગઈ છે. રાજ્યભરમાં રોડ રસ્તાઓની દુર્દશાને લઈને મુખ્યમંત્રીએ તાકીદે રોડ રસ્તા દુરસ્ત કરવાની સૂચના આપી છે. ત્યારે પાલનપુરમાં પણ તંત્ર દ્વારા રોડ રસ્તાની મરામતની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં પાલનપુર એરોમા સર્કલ થી કોજી રોડ ઉપર ખાડા પૂરવાનું શરૂ કરાયું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડ ઉપર કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડામર પાથરી રોડ ઉપરના ખાડાઓ પૂરવામાં આવ્યા હતા. જેથી વાહનચાલકોની મુશ્કેલી ઓછી થશે.
પાલનપુરમાં વરસાદને પગલે રોડ પર પડેલા ખાડા પુરવાની કામગીરી હાથ ધરાઈ

ટેગ્સ:#Palanpur#public safety#Infrastructure Issues#Road Maintenance#Highway Conditions#Transportation Challenges#Road and Building Department#Heavy Rain Impact#Pothole Repair#Motorist Disturbance#Chief Minister's Instructions#Asphalt Road Repairs#Weather-Related Damage
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં ઉત્તર પોલીસનું ટ્રાફીક જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા પાલિકાની લાલઆંખ: રખડતા ઢોરના ત્રાસ સામે સઘન ઝુંબેશ શરૂ
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: તમામ બેઠકો પર 'ક્લીન સ્વીપ'
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા દક્ષિણ પોલીસની મોટી સફળતા: ૧૦૦થી વધુ CCTV ચકાસી લૂંટનો અનડીટેક્ટ ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો
2 દિવસ પહેલા
