રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ16 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણમાં પાણી મામલે પાલિકાની વોટર વકૅસ શાખામાં મહિલાઓ ધરણાં પર બેસી આક્રોશ વ્યક્ત કર્યો

પાટણમાં પાણી મામલે પાલિકાની વોટર વકૅસ શાખામાં મહિલાઓ ધરણાં પર બેસી આક્રોશ વ્યક્ત કર્યો
ચુંટાયેલા નગરસેવકો લોકોની સમસ્યા જોવા પણ ન આવતા હોવાની હૈયાવરાળ ઠાલવી બોર ઓપરેટર અને ખાનગી ટેન્કર ચાલકો વચ્ચે મિલીભગત હોવાના આક્ષેપ ઉઠ્યા પાટણના વોર્ડ નં.૧૧ માં આવતા શ્યામ બંગ્લોઝના રહીશોએ પાણી મામલે પાલિકામાં ધરણા કરી  બોર ઓપરેટર-ટેન્કર ચાલકો વચ્ચે મિલીભગતનો આક્ષેપ કરી સુત્રોચ્ચાર કરતાં વાતાવરણ ગરમાયું હતું જોકે પાલિકા તંત્રની પાણી મામલે હૈયાધારણા મળતાં રહીશોનો આક્રોશ થાળે પડ્યો હતો. પાટણ શહેરના વોર્ડ નંબર ૧૧ માં આવેલી શ્યામ બંગ્લોઝ સોસાયટીના રહીશો છેલ્લા એક વર્ષથી  અનિયમિત અને અપૂરતો પાણી પુરવઠો મળી રહ્યો હોવાથી પરેશાન બન્યા હોય તો વળી ઘણીવાર ગંદું પાણી આવવાથી રહીશોના આરોગ્યને જોખમ ઉભું થયું હોય સ્થાનિક રહીશોએ આ મામલે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા મંગળવારે સોસાયટીની મહિલાઓએ પાલિકાની વોટર વર્ક્સ શાખામાં આવી ધરણા કર્યા હતા. અને જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી પાલિકામાંથી નહીં જવાની ચીમકી આપી. મહિલાઓએ બોર ઓપરેટર અને ટેન્કર માફિયા વચ્ચે મિલીભગત હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બોર ઓપરેટર ને પાણી માટે રજૂઆત કરતાં તે ટેન્કર બોલાવવાની સલાહ આપે છે. સ્થાનિકોએ ચૂંટણી સમયે મત માંગવા આવતા કોર્પોરેટરો હવે દેખાતા ન હોવાની ફરિયાદ પણ ઉપપ્રમુખ હિનાબેન શાહ સમક્ષ કરતા તેઓએ ટુંક સમયમાં રહીશોની સમસ્યાના નિરાકરણની ખાતરી આપતાં રહીશોનો આક્રોશ થાળે પડયો હતો. જોકે સોસાયટીના રહીશો પોતાની સમસ્યાનો નિકાલ લાવવા પાલિકા ખાતે આવ્યા હોવાની જાણ વિસ્તારના કોર્પોરેટર જયેશ પટેલને થતાં તેઓ પાલિકા ખાતે દોડી આવ્યા હતા. અને તેઓએ પણ સમસ્યાના નિકાલ માટેની હૈયા ધારણા આપી હતી.    
  • Beta
Beta feature

સંબંધિત સમાચાર