રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 એપ્રિલ, 2026| Super Admin

ડીસાના ભોપાનગર ફાટક નજીક ટ્રેનની અડફેટે મહિલાનું કરુણ મોત

ડીસાના ભોપાનગર ફાટક નજીક ટ્રેનની અડફેટે મહિલાનું કરુણ મોત

ડીસા શહેરના ભોપાનગર ફાટક પાસે આજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં એક મહિલાનું ટ્રેન નીચે આવી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.​મળતી માહિતી મુજબ, ડીસાના ભોપાનગર ફાટક નજીકથી પસાર થઈ રહેલી એક ટ્રેનની હડફેટે એક મહિલા આવી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. ​ઘટનાની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક મહિલા પાલનપુર તાલુકાના સામઢી (મોટા વાસ) ગામની વતની હતી.

​પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા અને આગળની કાયદેસરની તપાસ ડીસા તાલુકા પોલીસે તેજ કરી છે.

સંબંધિત સમાચાર