રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા16 મે, 2026| Super Admin

ડીસામાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં મહિલા પર ચપ્પુ વડે હુમલો, 4 સામે ગુનો દાખલ

ડીસામાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં મહિલા પર ચપ્પુ વડે હુમલો, 4 સામે ગુનો દાખલ

ગાળો બોલવાની ના પાડતા મામલો બિચક્યો; ઘાયલ મહિલાને પાટણ ધારપુર હોસ્પિટલ ખસેડાઈ

ડીસાના ગંજીપુરા ગવાડી વિસ્તારમાં ગાળાગાળી બાબતે થયેલા સામાન્ય ઝઘડાએ ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘર પાસેથી પસાર થતી વખતે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ એક પરિવાર પર હુમલો કર્યો હતો, જેમાં વચ્ચે પડેલી મહિલાના ગાલ પર ચપ્પુનો ઘા ઝીંકી દેવાતા ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

​પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ફરિયાદી મોહમદ સરફરાજ અલીહુસેન શાહ (ઉં.વ. 48, રહે. ગંજીપુરા ગવાડી, ડીસા) ગત ૧૪ મેના રોજ રાત્રે આઠ વાગ્યાના સુમારે પરિવાર સાથે ઘરે હાજર હતા. તે સમયે રમજાન ઇસ્માઇલ ઘાંચી નામનો શખ્સ તેમના ઘર પાસેથી ગાળો બોલતો બોલતો પસાર થઈ રહ્યો હતો. મોહમદ સરફરાજે તેને ગાળો બોલવાની ના પાડતા જ રમજાન ઉશ્કેરાઈ ગયો હતો અને મારવા દોડ્યો હતો.​આ દરમિયાન મોહમદ સરફરાજની પત્ની સહીદાખાતુન અને ભાણેજ પરવીનબાનુ વચ્ચે પડ્યા હતા. સહીદાખાતુને રમજાનને રોકવા ધક્કો મારતા તે નીચે પડી ગયો હતો.​પરિવારના અન્ય સભ્યો લાકડી-ગડદાપાટુ સાથે ધસી આવ્યા. ​રમજાન નીચે પડી જતાં જ તેની માતા મદીના ઇસ્માઇલ ઘાંચી, મોહમદ ઇસ્માઇલ ઘાંચી અને જેનુલ ઇસ્માઇલ ઘાંચી ત્યાં ધસી આવ્યા હતા. આ ચારેય જણાએ ભેગા મળીને ફરિયાદી અને તેમની પત્નીને બેફામ ગાળો આપી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ ઝપાઝપી દરમિયાન જેનુલ ઘાંચીએ તેના હાથમાં રહેલા ચપ્પુ વડે સહીદાખાતુનના જમણા ગાલ પર હિંસક વાર કરી દીધો હતો.

હુમલાના પગલે લોહીલુહાણ થયેલી મહિલાની ચીસાચીસ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. ભીડ એકઠી થતી જોઈ ચારેય હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જોકે, જતાં-જતાં તેઓએ ફરિયાદીના પરિવારને "આજે તો તમે બચી ગયા છો, પણ હવે પછી જ્યારે લાગ આવશે ત્યારે જાનથી મારી નાખીશું" તેવી ગંભીર ધમકી આપી હતી.​ગંભીર રીતે ઘવાયેલા સહીદાખાતુનને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મોહમદ સરફરાજે ડીસા દક્ષિણ પોલીસ મથકે પહોંચી ચારેય આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે રમજાન ઇસ્માઇલ ઘાંચી'મદીના ઇસ્માઇલ ઘાંચી'મોહમદ ઇસ્માઇલ ઘાંચી' જેનુલ ઇસ્માઇલ ઘાંચી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર