હવામાન : ઉત્તરના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાના કારણે બદલાયેલા વાતાવરણ વચ્ચે

બનાસકાંઠા જિલ્લામાં પણ દિવસભર 16 કી.મી ના ઝડપે ઠંડો પવન ફૂંકાતા ગરમીમાંથી રાહત
બદલાયેલા વાતાવરણ વચ્ચે માર્ચ મહિનામાં પણ મિશ્ર ઋતુનો અનુભવ; માર્ચ મહિનાની શરૂઆતમાં દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં બદલાવ આવ્યો છે. પહાડી વિસ્તારોમાં વરસાદ તથા બરફવર્ષા થઈ છે. જેના કારણે ગુજરાતના અનેક ભાગોમાં પણ વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે અને ઠંડા પવનો ફુકાતા માર્ચ મહિનામાં ફરી એકવાર ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમી વિક્ષોભ અને અરબ સમુદ્રમાં ઉત્તર-પશ્ચિમથી ભારતમાં પહોંચી રહેલો ભેજ છે. તેની અસરથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા જોવા મળી રહ્યી છે જેથી મેદાની વિસ્તારોમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. ત્યારે સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારથી જ 16 કી.મીના ઝડપે ઠંડો પવન ફૂંકાતા પ્રજાજનોને ફરી એકવાર ગરમ વસ્ત્રોનો સહારો લેવાની ફરક પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં વધારો થતા ફેબ્રુઆરી મહિનાના અંતમાં જ ગરમીનું અહેસાસ થવા લાગ્યો હતો પરંતુ માર્ચ મહિનાની શરૂઆતમાં જ ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાના કારણે હવામાન બદલાવ્યું છે અને હિમવર્ષા અને કેટલાક ભાગોમાં વરસાદના કારણે ફરી એકવાર મિશ્ર ઋતુનો અનુભવ થવા લાગ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં શિયાળો રિટર્ન થયો હોય એવો અહેસાસ; માર્ચ મહિનો શરૂ થઈ જતા ધીરે ધીરે ગરમીનો અહેસાસ થતો હોય છે પરંતુ વાતાવરણમાં આવેલા સતત બદલાવને લઈને બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર શિયાળો રિટર્ન થયો હોય તેવો અહેસાસ પ્રજાજનોને થઈ રહ્યો છે. જેમાં મંગળવાર ની વહેલી સવાર થી ઠંડીના અહેસાસ સાથે દિવસ ભર પણ અને મોડી રાત્રે ઠંડા પવનો કારણે લોકોને ફરી એકવાર ગરમ વસ્ત્રોનો સહારો લેવાની ફરક પડી રહી છે.
મહત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો; સામાન્ય રીતે દિવસ દરમિયાન બનાસકાંઠા જિલ્લાનું મહત્તમ તાપમાન 35 થી 40 ડિગ્રી વચ્ચે જોવા મળી રહ્યું હતું પરંતુ ઠંડા પવનોના કારણે દિવસનું મહત્તમ તાપમાનમાં પણ 5 ડિગ્રી જેટલો ઘટાડાની સાથે 29.2 ડિગ્રી નોંધાયો હતો જેના કારણે પ્રજાજનોને ગરમીમાંથી પણ મોટી રાહત મળી છે.
ટેગ્સ:#snowfall#Western Disturbance#Banaskantha District#climate impact#Meteorological Department#Weather Changes#Mixed Season#Cold Winds#Temperature Drop#Seasonal Fluctuations#Cold Weather Relief#March Weather Patterns#Hilly Areas#Warm Clothing Necessity
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
