રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા23 એપ્રિલ, 2025| Super Admin

ઝેરડામાં આધુનિક મશીનરી દ્વારા બનેલ પાણીના કુંડા અને પક્ષી ઘરનું આકર્ષણ

ઝેરડામાં આધુનિક મશીનરી દ્વારા બનેલ પાણીના કુંડા અને પક્ષી ઘરનું આકર્ષણ
જીવદયા : ઘર આંગણાના પક્ષીઓને બચાવવાનો પ્રયાસ, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઝેરડા ગામે ઉત્તર ગુજરાતમાં એકમાત્ર માટી કામની અત્યાધુનિક ફેક્ટરી આવેલી છે. જ્યાંના કલાત્મક કોડિયા દેશભરમાં વખણાય છે. ત્યારે આ ફેક્ટરીમાં હાલમાં ઉનાળાની ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે બનાવેલ ટકાઉ પાણીના કુંડા તેમજ પક્ષી ઘર આકર્ષણ જમાવી રહ્યા છે. સરકારની ઉદાસીનતાના કારણે ગૃહ ઉદ્યોગો સાથે ઘણા જીઆઇડીસીના એકમો બંધ થઈ રહ્યા છે.પરંતુ નાનકડા ઝેરડા ગામના સલ્લુભાઈ સુમરા પરિવારે વારસામાં મળેલા માટી કામના વ્યવસાયને જાળવી રાખી આગવી કોઠાસૂઝથી વિકસાવ્યો પણ છે. સમય સાથે તાલ મિલાવતા તેમણે સરકારના વિવિધ વિભાગોનું માર્ગદર્શન મેળવી ગામમાં જ માટી કામની મીની ફેકટરી ઊભી કરી છે. જ્યાં મોરબીથી લાવેલ માટીના પાવડરને ચાળવા- ઝરવા અને પીંડ બનાવવાની કામગીરી આધુનિક મશીનરી દ્વારા થાય છે. બાદમાં મશીનોમાં ફીટ કરેલ ડાઈઓ દ્વારા કોડિયા બને છે.માટી કલાના કસબી કારીગર સલ્લુભાઈ સુમરા જીવદયા અને પર્યાવરણ પ્રેમી પણ છે. ઉનાળાની કાળજાળ ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી અને આશરો મળી રહે તે માટે તેઓ ફેક્ટરીમાં આકર્ષક અને ટકાઉ પાણીના કુંડા અને માળા પણ બનાવે છે.જેનું તેઓ રાહતના દરે વિતરણ કરે છે.એટલું જ નહીં,જાતે સરકારની વિવિધ કચેરીઓમાં જઈ ઝાડ ઉપર નિઃશુલ્ક પાણીના કુંડા અને માળા ગોઠવે છે.

સંબંધિત સમાચાર