રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા15 મે, 2025| Super Admin

જનભાગીદારી થકી જળસંચય; ડીસાના પરબડી ખાતે તળાવ ઊંડું કરવાની યોજનાનો પ્રારંભ

જનભાગીદારી થકી જળસંચય; ડીસાના પરબડી ખાતે તળાવ ઊંડું કરવાની યોજનાનો પ્રારંભ
ધારાસભ્ય એ જાતે હિટાચી મશીન ચલાવી ખોદકામ કર્યું; રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામના પરબડી ખાતે તળાવ ઊંડું કરવાની એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં લોકભાગીદારી, ગ્રામ પંચાયત અને બનાસ ડેરીના સહયોગથી આ કાર્યનું ખાતમૂહુર્ત ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીના હસ્તે કરવામાં આવ્યું હતું. ખુદ ધારાસભ્ય હીટાચી મશીન પર ચઢી જાતે જ ખોદકામ શરૂ કરાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, પરબડી ગામ જે નર્મદાના પાણીથી ખેતી કરતું એક મોડેલ ગામ તરીકે પ્રખ્યાત છે.ત્યાં વરસાદી પાણીના સંગ્રહ અને નર્મદાના પાણીના સંગ્રહ માટે આ તળાવ ઊંડું કરવાની યોજના બનાવવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ભૂગર્ભ જળ રિચાર્જ કરવાનો અને ખેડૂતોને સરફેસ વોટરનો ઉપયોગ કરીને ખેતી કરવા પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રેરણાદાયક પહેલથી પરબડી ગામ જળસંચયના ક્ષેત્રમાં એક નવું મોડેલ પૂરું પાડશે અને ભવિષ્યમાં આ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરવામાં મદદરૂપ થશે.

સંબંધિત સમાચાર