રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 નવેમ્બર, 2025| Super Admin

પાલનપુરમાં મીરાગેટ પાસે ગાર્ડનમાં કોટ ધરાશાઈ થતાં હડકંપ મચી

પાલનપુરમાં મીરાગેટ પાસે ગાર્ડનમાં કોટ ધરાશાઈ થતાં હડકંપ મચી
બેદરકારીભર્યા ખોદકામથી કેબીન અને પાઇપલાઇનને ભારે નુકસાન સદભાગ્ય જાનહાની ટળી પાલનપુરના મીરાગેટ વિસ્તારમાં આવેલ ગાર્ડનમાં પીવાના પાણી માટે અંડરગ્રાઉન્ડ સંપ બનાવવાની કામગીરી દરમિયાન અચાનક કોટ ધરાશાઈ થતા અફરાતફરી મચી ગઈ હતી. કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આડેધડ ખોદકામ થતા રોડ સાઇડનો પથ્થરનો કોટ તૂટી પડ્યો હતો. કોટ ધરાશાઈ થતાં ગાર્ડન પાસે આવેલ એક કેબિન ખાડામાં ખાબકી ગયું હતું, જ્યારે અન્ય ચાર જેટલા કેબિનને પણ નુકસાન પહોંચ્યું હતું. પાલનપુર નગરપાલિકા દ્વારા મીરાગેટ સામે આવેલ ગાર્ડનમાં પીવાના પાણીના સંગ્રહ માટે લાખો રૂપિયાના ખર્ચે અંડરગ્રાઉન્ડ સંપ બનાવવા કામ શરૂ કરાયું છે. જેસીબી મશીન દ્વારા ખોદકામ દરમિયાન મેઇન રોડની બાજુમાં આવેલા પથ્થરના કોટના પાયા અડીને ખોદકામ કરવામાં આવતા કોટ ધરાશાઈ થઈ પડ્યો હતો. કોટ તૂટી પડતા આસપાસના વિસ્તારમાં ધૂળધક્કા સાથે અફરાતફરી સર્જાઈ હતી. કોટની બાજુમાં આવેલ પાણીની પાઇપ લાઇન તેમજ અન્ય લાઈનોને પણ ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી. સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટરની ઘોર લાપરવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી.    

સંબંધિત સમાચાર