રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 જૂન, 2025| Super Admin

ગ્રામ પંચાયતની ચૂંટણી-૨૦૨૫; બનાસકાંઠામાં ૬૧૪ ગ્રામ પંચાયતો માટે ૨૨ જૂન રવિવારના રોજ મતદાન યોજાશે

ગ્રામ પંચાયતની ચૂંટણી-૨૦૨૫; બનાસકાંઠામાં ૬૧૪ ગ્રામ પંચાયતો માટે ૨૨ જૂન રવિવારના રોજ મતદાન યોજાશે
ચૂંટણી આયોગે રાજ્યમાં ૨૮ મે ૨૦૨૫થી ગ્રામ પંચાયતોની સામાન્ય-વિભાજન-મધ્ય સત્ર તથા પેટા ચૂંટણીઓ જાહેર કરી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ૧૪ તાલુકાઓ માટે કુલ ૬૧૪ ગ્રામ પંચાયત માટે તારીખ ૨૨ જૂન ૨૦૨૫ રવિવારના રોજ સવારના ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન ચૂંટણી યોજાશે. આ ૬૧૪ ગ્રામ પંચાયત પૈકી ૩૮૫ ગ્રામ પંચાયતમાં સામાન્ય-વિભાજન કે મધ્ય સત્રની ચૂંટણીઓ તથા ૨૨૯ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીનું આયોજન કરાશે. બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૧૮૨ મતદાન મથકો પર ૧૦,૪૪,૦૭૩ મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સહભાગી બનશે. જેમાં ૫૩,૭,૪૮૮ પુરુષ મતદારો તથા ૫૦,૬,૫૮૫ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લાની ૬૧૪ ગ્રામ પંચાયતો પૈકી ૪૦૫ સરપંચની બેઠકો તથા ૩૫૭૦ વોર્ડના સભ્યોની બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરાશે. જિલ્લામાં ૨૨૬૩ મતપેટીની સંખ્યા તથા ૧૧૫ ચૂંટણી અધિકારી અને ૧૧૫ મદદનીશ ચૂંટણી અધિકારી સહિત અંદાજે ૬,૮૧૧ પોલિંગ સ્ટાફ ચૂંટણીમાં ફરજ બજાવશે. જિલ્લામાં સૌથી વધુ થરાદ તાલુકામાં ૬૬ ગ્રામ પંચાયતમાં કુલ ૪૧ સરપંચની બેઠકો માટે ચૂંટણી તથા સૌથી ઓછી અમીરગઢ તાલુકામાં ૧૭ ગ્રામ પંચાયતમાં ૧૩ સરપંચની બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરાશે. જિલ્લામાં સૌથી વધુ મતદારો ૧૬-ડીસા ગ્રામ પંચાયત ખાતે ૪૫૦૦ જેટલા મતદારો ચૂંટણીમાં સહભાગી બનશે. * ચૂંટણીની જાહેરાતની તારીખ:- ૨૮/૦૫/૨૦૨૫ * જાહેરનામાં પ્રસિદ્ધની તારીખ:- ૦૨/૦૬/૨૦૨૫ * ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ: - ૦૯/૦૬/૨૦૨૫ * ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ:- ૧૦/૦૬/૨૦૨૫ * ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ: - ૧૧/૦૬/૨૦૨૫ * મતદાનની તારીખ:- ૨૨/૦૬/૨૦૨૫, રવિવાર * મત ગણતરીની તારીખ: - ૨૫/૦૬/૨૦૨૫ * ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ: - ૨૭/૦૬/૨૦૨૫

સંબંધિત સમાચાર