રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 સપ્ટેમ્બર, 2025| Super Admin

ડીસામાં સ્વયં સેવકોએ રાષ્ટ્રભાવના ઉજાગર કરી

ડીસામાં સ્વયં સેવકોએ રાષ્ટ્રભાવના ઉજાગર કરી

વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે યુગોથી ચાલી રહેલી હિન્દુ સમાજની પ્રદીર્ઘ યાત્રાનું વર્તમાન સ્વરૂપ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.આર.એસ.) ની આગામી ૧૦૦ વર્ષની યાત્રા. આ યાત્રામાં એક સીમાચિહ્નરૂપ પડાવ આવ્યો છે, જ્યારે આ વર્ષે  વિજયાદશમીના પાવન પર્વ પર સંઘના ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ​આ ઐતિહાસિક અવસરની ઉજવણી રૂપે ડીસાના હવાઈ પિલ્લર મેદાન ખાતે સંઘ શતાબ્દી વર્ષના શ્રી વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં સ્વયંસેવકો ઉત્સાહભેર સહભાગી થયા હતા. ​કાર્યક્રમમાં ઉપસ્થિત સ્વયંસેવકોએ ગણવેશમાં સજ્જ થઈને સંઘની પરંપરા મુજબ શારીરિક પ્રદર્શનો અને પથ સંચલન કર્યું હતું. સંઘના વરિષ્ઠ અધિકારીઓએ આ પ્રસંગે સ્વયંસેવકોને રાષ્ટ્ર નિર્માણ અને સમાજ સેવાના સંકલ્પો સાથે આગળ વધવા માટે પ્રેરણાત્મક ઉદબોધન આપ્યું હતું.​ ​ડીસાના સ્વયંસેવકો માટે સંઘના શતાબ્દી વર્ષની વિજયાદશમીના આ પાવન ઉત્સવમાં પોતાના સાથી સ્વયંસેવકો સાથે સહભાગી થવાનો અવસર યાદગીરી રૂપ બની રહ્યો હતો. આ પ્રસંગે સૌએ સાથે મળીને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ અને સમાજમાં સક્રિય ભૂમિકા ભજવવાનો સંકલ્પ દોહરાવ્યો હતો.આ ભવ્ય આયોજન દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રભાવના અને શિસ્તબદ્ધતાનો સંદેશ સમગ્ર પંથકમાં પ્રસર્યો હતો, જેણે સૌ કોઈને પ્રેરણા આપી હતી.    

સંબંધિત સમાચાર