રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા13 મે, 2026| Super Admin

જાહેરનામાનો સરેઆમ ભંગ: ડીસામાં હથિયાર સાથે ફરતા શખ્સ સામે પોલીસની કાર્યવાહી

જાહેરનામાનો સરેઆમ ભંગ: ડીસામાં હથિયાર સાથે ફરતા શખ્સ સામે પોલીસની કાર્યવાહી

ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. આ યુવક પાસેથી કમરના ભાગેથી અણીદાર છરો મળી આવ્યો હતો, જેના પગલે તેની સામે જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે.પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મનાભાઈ અને તેમની ટીમ ડીસા સ્પોર્ટ ક્લબ પાસે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એક શંકાસ્પદ ઈસમ નજરે પડ્યો હતો. પોલીસે તેને રોકીને પૂછપરછ અને ઝડતી તપાસ કરતા તેની કમરના ભાગેથી અણીદાર છરા જેવું હથિયાર મળી આવ્યું હતું.

આ અંગે પૂછપરછ કરતા યુવકે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા નંબર ડી/એમએજી/૧/જાના-૪૮/વશી/૧૫૫૯-૧૫૭૨/૨૦૨૬, તારીખ ૨૮/૦૪/૨૬ નો ભંગ થતો હોવાથી પોલીસે બે પંચોને બોલાવી કાર્યવાહી હાથ ધરી હતી.પંચો રૂબરૂ યુવકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ દશરથભાઈ બળદેવભાઈ ઠાકોર (ઉંમર ૨૫, ધંધો: રીક્ષા ડ્રાઈવિંગ, રહે. ડીસા, નહેરૂનગર, મેલડીમાતાના મંદિર પાસે) જણાવ્યું હતું. મળી આવેલો છરો આશરે એક ફૂટ લાંબો હતો, જેમાં આઠ ઇંચથી વધુનો ભાગ અણીદાર હતો અને બાકીનો ભાગ હાથાનો હતો. પોલીસે છરો કબજે કર્યો હતો.દશરથભાઈ ઠાકોર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ અને ગુ.પો. અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ જાહેરનામા ભંગ અને ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર