રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા28 જુલાઈ, 2025| Super Admin

થરાદના ગ્રામજનો ચોમાસામાં જીવના જોખમે નદી પાર કરવા મજબૂર

થરાદના ગ્રામજનો ચોમાસામાં જીવના જોખમે નદી પાર કરવા મજબૂર

થરાદ તાલુકાના રાહ કિયાલ, થરા, ડેડુવા અને થેરવાડા ગામના લોકો રેલ નદી પર પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે. આ વિસ્તારના ગ્રામજનોને રેલ નદીના કારણે દૈનિક અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા દરમિયાન સ્થિતિ વધુ વિકટ બની જાય છે. રેલ નદીમાં પાણીનું સ્તર વધી જતાં લોકોને જીવના જોખમે નદી પાર કરવી પડે છે. અથવા તેમને લાંબો ફેરો કરીને વૈકલ્પિક રસ્તો લેવો પડે છે.આ સમસ્યાથી વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને સૌથી વધુ હાલાકી ભોગવવી પડે છે. લાંબા રસ્તે જવાથી તેમના સમય અને શક્તિ બંનેનો વ્યય થાય છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આજુબાજુના વિસ્તારોમાં દૂધ ભરાવવા જવા માટે પણ તેમને રેલ નદી પાર કરવી પડે છે. જે ખૂબ જોખમી છે. ગ્રામજનોએ સરકાર સમક્ષ આ સમસ્યાનું સમાધાન લાવવા માટે રાહ અને થરા વચ્ચે પુલ બનાવવાની માંગ કરી છે. પુલ બનવાથી આ વિસ્તારના લોકોની દૈનિક સમસ્યાઓનો અંત આવશે અને તેમના જીવનધોરણમાં સુધારો થશે.ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા ઘણાં સમયથી પુલની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. સ્થાનિક લોકો આશા રાખી રહ્યા છે કે સરકાર તેમની સમસ્યાને ગંભીરતાથી લેશે અને જલ્દી પુલનું નિર્માણ કરશે.

સંબંધિત સમાચાર