રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ8 એપ્રિલ, 2026| Super Admin

રાધનપુરના નજુપુરાના ગ્રામજનોનો પાણી મુદ્દે રોષ : ચૂંટણી બહિષ્કારની ચીમકી

રાધનપુરના નજુપુરાના ગ્રામજનોનો પાણી મુદ્દે રોષ : ચૂંટણી બહિષ્કારની ચીમકી

છેલ્લા 10 વર્ષથી નર્મદાના પાણી વગર 500 લોકો હિજરત કરવા મજબૂર બન્યા

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામના ગ્રામજનોએ નર્મદાના સિંચાઈનું પાણી ન મળવાને કારણે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. છેલ્લા દસ વર્ષથી સિંચાઈના પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા ગ્રામજનોએ ગામમાં બેનરો લગાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે.ગ્રામજનોના આક્ષેપ મુજબ,સિંચાઈના પાણીના અભાવે ગામની આશરે 700 થી વધુ વીઘા જમીન સૂકી ભઠ્ઠ બની ગઈ છે.આના પરિણામે ખેતી પર નિર્ભર પરિવારોની આર્થિક સ્થિતિ કથળી છે. પાણીની અછતને કારણે ખેતી અને પશુપાલન મુશ્કેલ બનતા અત્યાર સુધીમાં ગામમાંથી 500 થી વધુ લોકો હિજરત કરવા મજબૂર બન્યા છે.ગામમાં પાયાની સુવિધા ગણાતા સિંચાઈના પાણીના અભાવે સામાજિક સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. 

ગ્રામજનોના જણાવ્યા મુજબ,પાણીની અછતને કારણે દીકરા-દીકરીઓના લગ્ન પ્રસંગો કરવામાં પણ અવરોધ આવી રહ્યો છે, જેના કારણે અનેક પરિવારોએ લગ્ન માટે પણ ગામ છોડવાની નોબત આવી છે.તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા,અંતે ગ્રામજનોએ એક સંપ થઈ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. ગામમાં વિવિધ જગ્યાએ "પાણી નહીં તો વોટ નહીં" ના બેનરો લગાવીને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જ્યાં સુધી નર્મદાનું પાણી નહીં મળે ત્યાં સુધી કોઈ પણ પક્ષના નેતા કે કાર્યકર્તાએ પ્રચાર માટે ગામમાં પ્રવેશ કરવો નહીં.

સંબંધિત સમાચાર