જુનાડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતાં વાહનો બંધ કરાવા આઠ ગામના ગ્રામજનોએ બેઠક યોજી : આંદોલનનું રણશિંગુ ફુંકાયું

નવીન ડામર રોડની કામગીરીમાં કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે વાહન-ચાલકો મુશ્કેલીમાં
ડીસા બનાસ નદીના પટમાંથી રેતી ભરીને દોડતાં વાહનોને લઈને છેલ્લા કેટલાય સમયથી ગ્રામ્ય વિસ્તારના રહીશોએ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સરકારની તિજોરી અને અધિકારીઓ પોતાના ખીસ્સા ભરવા માટે સ્થાનિકોના જીવ જોખમમાં મુકતાં વહીવટીતંત્રના અધિકારીઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલા જુનાડીસા વાસણા રોડ પર રેતી ભરેલ ટ્રેલરે ઈલેક્ટ્રોનિક સ્કુટીને અડફેટે લેતાં માળી સમાજના એક યુવકનું મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ છવાયો છે. અને રેતી ભરીને દોડતાં વાહનો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે ડીસા તાલુકાના જુનાડીસા વાસણા સહિત આસપાસના 8 ગામના ગ્રામજનોએ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને જુનાડીસાથી વાસણા સદરપુરના રોડ પર રેતી ભરીને દોડતાં વાહનો નહી દોડવા દેવાનો નિર્ણય લેવાયો હતો. અને 26 તારીખે જિલ્લા કલેકટર અને ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરાયું હતું. જેના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેનું કોઈ પાલન પણ થયું ન હતું. અને બે મહીનામાં જાહેરનામું પુર્ણ થયા બાદ ફરીથી જુના ડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતાં વાહનચાલકો બેફામ બની દોડી રહ્યા છે. અને રોજ-બરોજ અકસ્માત સર્જી રહ્યા છે. ત્યારે સરકાર અને વહીવટીતંત્ર દ્વારા રેતી ભરીને દોડતાં વાહનો બંઘ કરાવામાં નહી આવે તો ગ્રામજનો પણ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ગતરાત્રે દરમિયાન પણ રેતી ભરીને આવતાં વાહનો અટકાવી પરત કરાયાં હતાં, જેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જ્યારે બનાસ નદીના પટમાંથી લિઝ ધારકો સહિત અન્ય લોકો મોટાપાયે રેતીની ચોરી કરીને વાહનો દોડાવતાં હોવાનું લોકમુખે ચર્ચાએ જોર પકડયું છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં ઉત્તર પોલીસનું ટ્રાફીક જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા પાલિકાની લાલઆંખ: રખડતા ઢોરના ત્રાસ સામે સઘન ઝુંબેશ શરૂ
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: તમામ બેઠકો પર 'ક્લીન સ્વીપ'
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા દક્ષિણ પોલીસની મોટી સફળતા: ૧૦૦થી વધુ CCTV ચકાસી લૂંટનો અનડીટેક્ટ ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો
2 દિવસ પહેલા
