રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ20 સપ્ટેમ્બર, 2025| Super Admin

ગણેશપુરાના તલાટીને બદનામ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

ગણેશપુરાના તલાટીને બદનામ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

સિધ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામમાં વેરા વસૂલાત મુદ્દે તલાટી અને ગ્રામજનો વચ્ચે વિવાદ સર્જાયો છે. તલાટી કમ મંત્રી કનુભાઈ ચૌધરીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૧ જુલાઈ ૨૦૨૫ ના રોજ એક ગ્રામજને તેમની ફરજ દરમિયાન ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગામના હર્ષદભાઈ નામના વ્યક્તિએ ગ્રામ પંચાયતમાં આવીને એડવાન્સમાં વેરો લેવા બાબતે વાંધો ઉઠાવ્યો હતો.તલાટીએ નિયમ મુજબની કાર્યવાહીની સમજ આપવા છતાં ગ્રામજને વિડીયો રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું. અને ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો.ગ્રામજને અન્ય લોકોને પણ વેરો ન ભરવા માટે દુષ્પ્રેરણા કરી હતી. આના કારણે વેરા વસૂલાતમાં ૧૩ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. વધુમાં, ૨૨ જુલાઈ ૨૦૨૫ ના રોજ જ્યારે તલાટી ખોલવાડા ગામની રાત્રિ ગ્રામસભામાંથી પરત ફર્યા, ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના વિશે વધુ એક વિડીયો સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં વાયરલ કરવામાં આવ્યો છે.તલાટીએ આ સમગ્ર ઘટના અંગે સિધ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમના આક્ષેપ મુજબ, આ કૃત્યથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો અને કાયદેસરની કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર