રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા2 ફેબ્રુઆરી, 2025| Super Admin

વાવ-થરાદને જિલ્લાના સમર્થન એક જ દિવસમાં 10 હજારથી વધુ અરજીઓ અપાઈ

વાવ-થરાદને જિલ્લાના સમર્થન એક જ દિવસમાં 10 હજારથી વધુ અરજીઓ અપાઈ

થરાદ પ્રાંત કચેરી ખાતે વાવ-થરાદને જિલ્લાના સમર્થન સાથે આજે એક જ દિવસમાં સામાજિક કાર્યકરો, આગેવાનો અને વેપારીઓ-ખેડૂતો દ્વારા 10 હજારથી વધુ અરજીઓ અપાઈ છે. આ અભૂતપૂર્વ જનસમર્થન દર્શાવતી ઘટનામાં વિવિધ સમાજના આગેવાનો, વેપારીઓ, ખેડૂતો, સામાજિક કાર્યકરો અને ગ્રામજનોએ ભાગ લીધો હતો. થરાદ મહામંડળના વેપારીઓથી માંડીને વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો સુધી, દરેક વર્ગના લોકોએ આ માંગને સમર્થન આપ્યું હતું. "વાવ થરાદ અમારો જિલ્લો"ના નારા સાથે હજારોની સંખ્યામાં લોકો પ્રાંત કચેરી ખાતે એકત્રિત થયા હતા અને વાવ, સુઈગામ તથા થરાદ વિસ્તારના રહેવાસીઓએ પણ આ માગને મજબૂત ટેકો આપ્યો હતો. શ્રી રામ સેવા સમિતિ સહિતની વિવિધ સામાજિક સંસ્થાઓ અને સંગઠનોએ પણ આ માગને સમર્થન આપ્યું છે. આ જનસમર્થન દર્શાવે છે કે વાવ-થરાદને અલગ જિલ્લો બનાવવાની માંગ લોકોની લાગણી અને આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે.

સંબંધિત સમાચાર