રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા13 ઑગસ્ટ, 2025| Super Admin

બનાસકાંઠામાં લમ્પી વિરૂદ્ધ ૧૦.૫૦ લાખ પશુઓનું રસીકરણ પૂર્ણ કરાયું

બનાસકાંઠામાં લમ્પી વિરૂદ્ધ ૧૦.૫૦ લાખ પશુઓનું રસીકરણ પૂર્ણ કરાયું
જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝ નિયંત્રણ માટે પશુપાલન ખાતાની સઘન કામગીરી જિલ્લામાં આજની સ્થિતિએ ૫૦ હજારથી વધારે લમ્પી વિરૂધ્ધ રસીના ડોઝ ઉપલબ્ધ; બનાસકાંઠા જિલ્લામાં પાલતુ પશુઓને ચોમાસામાં થતા સંભવિત અન્ય રોગો તથા લમ્પી રોગથી બચાવવા પશુપાલન ખાતા દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ચાલુ વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરાઈ છે. બનાસકાંઠામાં એપ્રિલ માસથી અત્યાર સુધી લમ્પી સ્કીન ડીસીઝ માટે કુલ ૧૦.૫૦ લાખ પશુઓનું રસીકરણ પૂર્ણ કરાયું છે. આ અંગે જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડૉ. એમ.એ.ગામીએ જણાવ્યું કે, સામાન્ય રીતે ગાય વર્ગના પશુધનને આ બીમારી અસર કરતી હોય છે. જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી ૯૦ ટકાથી વધારે પશુઓનું વેક્સિનેશન પૂર્ણ કરાયું છે. આ સાથે ગૌશાળા અને પાંજરાપોળમાં ગાય વર્ગના પશુઓના રસીકરણ માટેની કામગીરી પ્રગતિ હેઠળ છે. જિલ્લામાં આજની સ્થિતિએ ૫૦ હજારથી વધારે લમ્પી વિરૂધ્ધ રસીના ડોઝ ઉપલબ્ધ છે. આ રોગ અંતર્ગત જિલ્લામાં સર્વેની કામગીરી પણ કરવામાં આવી રહી છે. તેમણે જિલ્લાના પશુપાલકોને પોતાના પશુમાં આ મુજબ કોઈ બીમારી જણાઈ આવે તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા આહવાન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, આ રોગ ભૂતકાળમાં જે ગાય વર્ગના પશુઓમાં થયેલ હોય તે પશુના શરીર પર નિશાની ખૂબ લાંબા સમય સુધી રહેતી હોય છે. આ રોગના નિવારણ માટે જે રસી વાપરવામાં આવે છે તે લાઈવ વેક્સિન હોય છે, માટે રસીકરણ ને કારણે પણ ક્યારેક થોડા સમય માટે પશુઓના શરીર પર રોગના લક્ષણો જેવા જ ભીંગડા જોવા મળતા હોય છે. જિલ્લામાં અત્યારે સાવચેતીના ભાગ રુપે આવા પ્રકારની રજુઆત વાળા તમામ પશુઓની પશુપાલન વિભાગની વિવિધ ટીમો દ્વારા વેરીફીકેશન પણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જિલ્લામાં કોઈ એક્ટિવ કેસ જોવા મળેલ નથી. પશુઓમાં જોવા મળતો લમ્પી સ્કીન ડીસીઝ શું છે; સામાન્ય રીતે લમ્પી સ્કીન ડીસીઝ એ વિષાણુ જન્ય રોગ છે. જે મચ્છર, માખી,જુ, ઈતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક અને દૂષિત ખોરાક અને પાણીથી ફેલાય છે. આ રોગના લક્ષણોમાં પશુને સામાન્ય તાવ, આંખમાંથી પાણી, નાકમાંથી પાણી આવે, મોઢામાંથી લાળ પડે તથા શરીર ઉપર ગાંઠ જેવા નરમ ફોલ્લા પડે છે. આ બીમારીથી દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. લમ્પીના અટકાવ અને નિયંત્રણ માટે; આ રોગના અટકાવ અને નિયંત્રણ માટે અસરગ્રસ્ત પશુને પ્રથમ અન્ય તંદુરસ્ત પશુઓથી અલગ કરવું, રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું અન્ય ગામમાં સ્થળાંતર બંધ કરવું, પશુઓના રહેઠાણની જગ્યાઓની સાફ-સફાઈ તથા દવા છંટકાવ દ્વારા માખી મચ્છર અને ઇતરડીનો ઉપદ્રવ અટકાવવો તથા છ માસથી ઉપરના તમામ પશુઓનું રસીકરણ કરાવવું જરૂરી છે.

સંબંધિત સમાચાર