સાબરકાંઠા જિલ્લાના સરહદી એવા પોશીના પંથકમાં આજે કુદરતે અણધાર્યો મિજાજ બદલ્યો છે. કાળઝાળ ગરમી અને અસહ્ય બફારા વચ્ચે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને જોતજોતામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. પોશીનામાં પોણો ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો પર નદીઓની માફક પાણી વહેતા થયા હતા. આ અચાનક વરસેલા વરસાદને પગલે એકતરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજીતરફ હિંમતનગર અને વડાલી સહિતના પંથકોમાં પણ વરસાદી છાંટા પડતા ખેતીપાકને લઈ ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.
અષાઢી માહોલ વચ્ચે કમોસમી આફત: સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં ગાજવીજ સાથે વરસાદ, હિંમતનગર અને વડાલીમાં પણ છાંટા પડ્યા

સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
12 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
