રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા5 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુરમાં માનસરોવર ફાટક નજીક અજાણ્યા ઈસમે ટ્રેન નીચે પડતું મૂક્યું

પાલનપુરમાં માનસરોવર ફાટક નજીક અજાણ્યા ઈસમે ટ્રેન નીચે પડતું મૂક્યું
પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપી મૃતકની ઓળખ હાથ ધરી; પાલનપુરથી આબુરોડ જતી રેલવે લાઈન પર માન સરોવર ફાટકથી આગળ સવારના સમયે એક અજાણ્યા ઈસમે કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકીને જીવન લીલા સંકેલી દીધી હતી. બનાવના પગલે દોડી આવેલી પોલીસે લાશને પીએમ અર્થે મોકલી આપી અજાણ્યા મૃતકની ઓળખ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જે વચ્ચે પાલનપુરમાં વધુ એક આવો બનાવ સામે આવ્યો છે. જેમાં શુક્રવારના સવારના સમયે માન સરોવર ફાટકથી આબુરોડ તરફથી જતી રેલવે ટ્રેક પર એક અજાણ્યા ઈસમે ટ્રેન નીચે ઝંપલાવતાં તેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં શહેર પૂર્વ પોલીસની ટીમ દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી અજાણ્યા મૃતકની ઓળખ વિધિ કરવાની સાથે આપઘાતનું પગલું ક્યા કારણોસર ભર્યું? તે દિશામાં પણ તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર