રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
મહેસાણા10 સપ્ટેમ્બર, 2025| Super Admin

ઊંઝા એપીએમસી દ્રારા છત્તીસગઢ રાજ્યમાં પુરગ્રસ્ત નુકસાનને લઈ રાહત સામગ્રીની કીટો તૈયાર કરાઈ

ઊંઝા એપીએમસી દ્રારા છત્તીસગઢ રાજ્યમાં પુરગ્રસ્ત નુકસાનને લઈ રાહત સામગ્રીની કીટો તૈયાર કરાઈ
કુલ 10૩0 કીટ તૈયાર કરી રવાના કરાશે; પૂર્વ ભારતના છતીશગઢ રાજ્યમાં ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર પુરગ્રસ્ત બન્યો છે જેને લઈ ઊંઝા એપીએમસી પુરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યું છે. ઊંઝા એપીએમસી દ્રારા 10 જીવન જરૂરિયાત આઇટમોની કુલ 10૩0 નંગ કીટ તૈયાર કરી રવાના કરવામાં આવનાર છે. પૂર્વ ભારતના છતીસગઢ રાજ્યમાં થયેલ ભારેથી અતિભારે વરસાદના કારણે પૂરગ્રસ્ત થયેલ લોકોને જાન-માલનું મોટું નુકસાન થયેલ છે જેથીસરકારના સૂચન મુજબ બજાર સમિતિ, ઊંઝાના વહીવટદાર એસ.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ બજાર સમિતિ, ઊંઝાના ઇન્ચાર્જ સેક્રેટરી કુ. ભર્તિકાબેન પટેલ તથા સ્ટાફમિત્રોએ હાજર રહી તાત્કાલિક ધોરણે 19 આઈટમોની રૂ. 2100 ની અંદાજીત રકમની આશરે 10૩0  નંગ રાહત સામગ્રીની કીટો છતીસગઢ મોકલવા માટે તૈયાર કરાવવામાં આવી છે. ઉંઝા એપીએમસીના ઇન્ચાર્જ સેક્રેટરી કુ. ભર્તિકાબેન પટેલે જણાવ્યું હતું કે, છત્તીસગઢમાં અતિભારે વરસાદને કારણે પુરગ્રસ્ત માં થયેલ લોકોનું જાનમાલનું નુકસાન થયેલ છે. સરકારની સુચના અને બજાર સમિતિના વહીવટદાર એસ.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ બજાર સમિતિ સ્ટાફ સાથે તાત્કાલિક ધોરણે ૧૯ આઈટમોની અંદાજીત ૨૧૦૦ રૂપિયાની ૧૦૩૦ નંગ જેટલી કીટો તૈયાર કરી છત્તીસગઢ મોકલવાની તૈયારી કરી દેવાઈ છે.

સંબંધિત સમાચાર