રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 જૂન, 2025| Super Admin

પાલનપુરમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવા અનોખી પહેલ

પાલનપુરમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવા અનોખી પહેલ
રાજનગર પરિવાર દ્વારા 21 દિવસનો સમર કેમ્પ, 70થી વધુ બાળકોએ લીધો લાભ પાલનપુરના રાજનગર બંગલોઝ પરિવાર દ્વારા વેકેશન દરમિયાન બાળકોને મોબાઈલની લતમાંથી દૂર રાખવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી હતી. સોસાયટીના આગેવાનોએ 21 દિવસનો સમર કેમ્પનું આયોજન કરતાં આ કેમ્પમાં 70થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.સમર કેમ્પમાં બાળકોને શ્લોક બોલતા શીખવવામાં આવ્યા હતા. રમત-ગમતના માધ્યમથી સંસ્કારની શિક્ષા આપવામાં આવી હતી. બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થાય તે માટે ચિત્રકલા અને વાર્તાઓનો સહારો લેવામાં આવ્યો હતો. રોજ સવારે 8 થી 11 વાગ્યા સુધી ચાલતા આ કેમ્પમાં બાળકોને સ્ટેજ પર બોલવાની તાલીમ પણ આપવામાં આવી હતી. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ બાળકોને મોબાઈલથી દૂર રાખવાનો અને તેમનામાં પારિવારિક ભાવના થકી સંસ્કારોનું સિંચન કરવાનો હતો. સમર કેમ્પમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જે બાળકો માતા-પિતાને પગે લાગીને આવે તેમને ઇનામ સ્વરૂપે ચોકલેટ અને પેન આપવામાં આવતી હતી. આ પ્રયોગનું સકારાત્મક પરિણામ જોવા મળ્યું હતું. કેમ્પના અંતિમ દિવસે 90 ટકા બાળકો માતા-પિતાને પગે લાગીને આવતા થયા હતા. આ અંગે રાજનગર પરિવાર ના પ્રમુખ મનોજભાઇ ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે ખાલી બાળક ને મોબાઈલ મૂકી દે એવું કહેવાથી જવાબદારી પૂર્ણ નહીં થાય આપણે એને સમય આપવો પડશે બીજી એક્ટિવિટી માં ભાગીદાર બનાવવો પડશે અને તો જ બાળક પોતાની કળા ને ખીલવી શકશે.

સંબંધિત સમાચાર