મધ્યપ્રદેશના રીવામાં, પોલીસની રેડ કોડ ટીમે બે શંકાસ્પદ યુવતીઓને પકડી પાડી છે, જે નકલી પોલીસ બનીને ફરતી હતી અને લોકો પાસેથી પૈસા પડાવી રહી હતી. સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાડલી લક્ષ્મી પથ પર આરોપી યુવતીઓ પોલીસના યુનિફોર્મમાં ગુંડાગીરી બતાવી રહી હતી. જ્યારે નકલી મહિલા પોલીસનો સામનો અસલી મહિલા પોલીસ સાથે થયો, ત્યારે તેઓ સવાલોથી ઘેરાઈ ગઈ ધરપકડ કરાયેલી યુવતીઓને જ્યારે પ્રશ્નો પૂછવામાં આવ્યા તો તેઓ યોગ્ય જવાબ પણ આપી શકી ન હતી. રેડ કોડ ટીમે તરત જ બંનેની ધરપકડ કરી હતી અને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન લઈ આવી હતી, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. બંને નકલી પોલીસ મહિલા અસલી પોલીસના સવાલોથી ઘેરાઈ ગઈ હતી અને તેમણે દરેક સવાલના જવાબ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. જ્યારે રેડ કોડ ટીમને મામલો શંકાસ્પદ લાગ્યો તો તેઓએ યુનિફોર્મમાં બંને યુવતીઓની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા.
યુનિફોર્મમાં નકલી પોલીસ બનીને ફરતી બે શંકાસ્પદ યુવતીઓને પકડી પાડી

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયતમામ રેકોર્ડ તોડવા આવી રહી છે 'બાહુબલી 3'
21 કલાક પહેલા
રાષ્ટ્રીયસુરતમાં એક ચોંકાવનારી ઘટના, શોમાં હોવાનું કહી કરી કરોડોની છેતરપિંડી
21 કલાક પહેલા
રાષ્ટ્રીયટાંકીની સફાઈ કરવા ઉતરેલા ત્રણ શ્રમિકોના કરુણ મોત
21 કલાક પહેલા
રાષ્ટ્રીયકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદા
23 કલાક પહેલા
