રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા13 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓની 'હોકી ગુજરાત' ની ટીમમાં પસંદગી

ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓની 'હોકી ગુજરાત' ની ટીમમાં પસંદગી

હોકી ઈન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓની ગુજરાત રાજ્યની ટીમ 'હોકી ગુજરાત' માં પસંદગી થતા શાળા અને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધ્યું છે. હોકી ઈન્ડિયા દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાની હોકી સ્પર્ધાઓનું આયોજન કરે છે. આ વર્ષે ૧૫ મી હોકી ઈન્ડિયા સબ જુનિયર વુમન નેશનલ ચેમ્પિયનશિપ રાંચી (ઝારખંડ) ખાતે અને ૧૫ મી હોકી ઈન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ જલંધર (પંજાબ) ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ હાઈસ્કૂલ, ડીસાના બે ખેલાડીઓ પરખડીયા દિપાલી જસવંતજી અને રાઠોડ મહેન્દ્રકુમાર જીતાજીની રાજ્યની ટીમ 'હોકી ગુજરાત'માં પસંદગી થઈ છે. આ સિદ્ધિ બદલ સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ટી.જે. પટેલ, ટ્રસ્ટી દિવ્યભાઈ પરાગભાઈ પટેલ, અન્ય ટ્રસ્ટીઓ અને શાળા પરિવારે બંને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. શાળા પરિવારે આશા વ્યક્ત કરી હતી કે આ બંને ખેલાડીઓ ભવિષ્યમાં શાળા, ડીસા શહેર અને બનાસકાંઠા જિલ્લાનું નામ રાજ્ય સ્તરે રોશન કરશે.

સંબંધિત સમાચાર