રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા11 ઑક્ટોબર, 2025| Super Admin

હિંમતનગર RTO સર્કલ પાસેથી બે માસની બાળકીનું અપહરણ : પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

હિંમતનગર RTO સર્કલ પાસેથી બે માસની બાળકીનું અપહરણ : પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

હિંમતનગરના RTO સર્કલ નજીકથી ગત રાત્રીએ ભંગાર વીણતા શ્રમિક પરિવારની બે માસની બાળકીનું અપહરણ થયું છે. બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો બાળકીને ઉઠાવી ગયા હતા. આ અંગે બાળકીના પિતાએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. બાઇક પર એક પુરુષ અને એક સ્ત્રી સહિત બે અજાણ્યા ઇસમો બાળકીનું અપહરણ કરીને હિંમતનગરથી વિજાપુર તરફના રસ્તે ભાગી ગયા હતા. બાળકી ન દેખાતા શ્રમિક માતા-પિતા ડઘાઈ ગયા હતા અને તાત્કાલિક તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે, બાળકીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. સમગ્ર ઘટનાની જાણ હિંમતનગર ગ્રામ્ય પોલીસને થતા PI એચ.આર.હેરભાએ તાત્કાલિક તપાસ માટે ટીમ રવાના કરી હતી. પોલીસે બાળકીના પિતા કલાભાઈ ભાંભોર પાસેથી બાળકીનું વર્ણન અને અન્ય વિગતો મેળવી હતી. આધારભૂત માહિતીના આધારે, ગ્રામ્ય પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક પોલીસ, LCB અને SOG શાખાની અલગ અલગ ટીમો CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સ દ્વારા અપહરણકર્તાઓને શોધવા માટે સઘન પ્રયાસો કરી રહી છે.    

સંબંધિત સમાચાર