રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ27 મે, 2025| Super Admin

શંખેશ્વરના લોલાડા ગામના તળાવમાં નાહવા પડેલી નાયક પરિવારની બે માસુમ બાળકી ડુબી

શંખેશ્વરના લોલાડા ગામના તળાવમાં નાહવા પડેલી નાયક પરિવારની બે માસુમ બાળકી ડુબી
નાયક પરિવારની માસુમના મોતના પગલે લોલાડા ગામમાં શોક છવાયો ; પાટણ જિલ્લા પ્રસિદ્ધ જૈન તિર્થ ધામ શંખેશ્વરના લોલાડા ગામના તળાવમાં મંગળવારે બપોરે નાયક પરિવારની મહિલાઓ કપડા ધોવા ગયા હતા તેઓની સાથે પરિવારની બે માસુમ બાળકીઓ પણ તળાવે ગઈ હતી. અને ગરમીથી રાહત મેળવવા બન્ને માસુમ બાળકીઓ તળાવમાં ન્હાવા માટે પડતાં બન્ને માસુમ બાળકીના તળાવના ઉંડા પાણીમાં ગરક થવાથી મોત નિપજતાં પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. બનાવને પગલે ધટના સ્થળે દોડી આવેલા સ્થાનિક તરવૈયાઓએ બન્ને માસુમની લાશ બહાર કાઢી પીએમ અર્થે શંખેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. બનાવની જાણ પોલીસને થતાં પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ મંગળવારે બપોરના સમયે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ગામે આવેલા તળાવમાં ગામના નાયક પરિવારની મહિલાઓ કપડા ધોવા માટે ગયા હતા. ત્યારે તેઓની સાથે પરિવારની બે માસુમ બાળકીઓ પણ સાથે ગઈ હતી. આ દરમિયાન મહિલાઓ તળાવની પાળે કપડા ધોવા બેઠી હતી. ત્યારે તેઓની સાથે આવેલ બે માસુમ બાળકીઓ ગરમીમાં રાહત મેળવવા તળાવમાં ન્હાવા પડતાં બન્ને માસુમ તળાવના ઉંડા પાણીમાં ગરક થતા અને આ બાબતની જાણ કપડા ધોવા બેઠેલ મહિલાઓને થતાં તેઓએ બુમાબુમ કરતા આજુબાજુમાંથી લોકો તળાવ પર દોડી આવ્યાં હતા. અને તળાવમાં ડૂબેલી બન્ને મસુમ ને બચાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ બન્ને માસુમ તળાવના ઉંડા પાણીમાં ગરક થતા સ્થાનિક તરવૈયાઓની જહેમતથી બન્ને માસુમ બાળકીને બહાર કાઢવામાં આવી હતી. જોકે આ ઘટનામાં બન્ને માસુમના મોત નિપજતાં પરિવારજનો સહિત લોલડા ગામમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.મૃતક બન્ને માસુમ બાળકી લાશને શંખેશ્વર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. બનાવની જાણ પોલીસને થતા તેઓએ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર