રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા28 એપ્રિલ, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં મંદીર ચોર કુખ્યાત લાડુરામ ગરાસીયા ગેંગના બે સાગરીતો ઝડપાયા

બનાસકાંઠા જિલ્લામાં મંદીર ચોર કુખ્યાત લાડુરામ ગરાસીયા ગેંગના બે સાગરીતો ઝડપાયા
ડીસા અને ભાટવર ગામના મંદીર ચોરી ગુનાના ભેદ ઉકેલાયા, એલસીબી પોલીસ દ્વારા 4.72 લાખનો મુદ્દામાલ રિકવર; બનાસકાંઠા જિલ્લામાં મંદિરોમાં ચોરી કરતી કુખ્યાત લાડુરામ ગરાસીયા મંદીર ચોર ગેંગના બે સાગરીતોને એલસીબી પોલીસે ઝડપી પાડી ડીસાના કાંટ રોડ અને ભાટવર ગામે થયેલ બે મંદીર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે બંને ચોરને ડીસા લાવી રવેચી માતાના મંદિરે લઈ જઈ ઘટનાનું રીકન્ટ્રક્શન કર્યું હતું. ગત તા.૨૩/૦૩/૨૦૨૫ ની રાત્રે ડીસા-કાંટ રોડ પર આવેલ રવેચી માતાજીના મંદિરમાં બે અજાણ્યા ઇસમોએ પ્રવેશ કરી માતાજીની મૂર્તિઓના ચાંદીના છત્તર, ચાંદીના દીવા, સોનાનો ચાંદલો, તથા મંદિર ફરતે આવેલ વિવિધ મૂર્તિઓના ગોલ્ડ પ્લેટેડ ધાતુના મુગટ મળી કુલ રૂ.૧,૯૬,૦૦૦/- ની મત્તાની ચોરી કરી હતી. આ અંગે દશરથભાઇ ગોકળદાસ ઠક્કરે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સુઇગામના ભાટવર ગામે આવેલ ગોગા મહારાજના મંદિરમાંથી પણ રૂ.૪૨,૦૦૦/- ની ચોરી થઇ હતી. જેથી જિલ્લામાં થયેલ આ મંદીર ચોરીના અનડીટેક્ટ ગુનાઓને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. જેમાં એલ.સી.બી.ની ટીમે ટેકનીકલ માહિતીના આધારે આ ગુનાઓમાં રાજસ્થાનના પીંડવાડાના લાડુરામ ગરાસીયાની ગેંગ સક્રિય હોવાનું જણાયું હતું. પોલીસે અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સ દ્વારા માહિતી મેળવી પીએસઆઈ એસ.બી.રાજગોરની ટીમે આ ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન તેઓએ બંને મંદીર ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે તેઓ પાસેથી દાગીના અને ઇકો કાર મળી કુલ રૂ.૪,૭૨,૫૩૦/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે. ઘટનાનું રીકન્ટ્રક્શન; આજે બંનેને ડીસા લાવી રોડ પર આવેલ રવેચી માતાના મંદિરે રીકન્ટ્રક્શન કરવા લઈ જવાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ગુનાની મોડસ ઓપરેન્ડી એવી હતી કે આ ગેંગના મોટાભાગના સભ્યો મંદીર બનાવવાની કામગીરી સાથે સંકળાયેલા હોવાથી તેઓ મંદિરોના પ્લાન અને આભૂષણોથી વાકેફ હોય છે. તેઓ રાત્રી દરમિયાન ઇકો કાર જેવા વાહનમાં આવીને ચોરી કરી રાતોરાત રાજસ્થાન પરત ફરતા હતા. પકડાયેલ આરોપીઓ: તેરસારામ રૂપારામ પુનારામ ગરાસીયા (ધનાવત), રહે. વલ્લી, તા. પીંડવાડા, જી. સિરોહી (રાજસ્થાન), પીંન્ટારામ રામારામ ભુરારામ ગરાસીયા (રાયદરા), રહે. વલ્લી, તા. પીંડવાડા, જી. સિરોહી (રાજસ્થાન).

સંબંધિત સમાચાર