રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા27 જુલાઈ, 2025| Super Admin

પાલનપુરમાં અઢી ઇંચ વરસાદ: ઠેરઠેર વરસાદી પાણી ભરાયા

પાલનપુરમાં અઢી ઇંચ વરસાદ: ઠેરઠેર વરસાદી પાણી ભરાયા
ગઠામણ પાટિયા પાસે પાણી ભરાતા ટ્રાફિક જામ; બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જેમાં સૌથી વધુ વડગામ માં 8 ઇંચ જ્યારે જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. અઢી ઇંચ વરસાદ થતાં પાલનપુર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. પાલનપુરમાં અઢી ઇંચ વરસાદમાં પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ગઠામણ પાટિયા નજીક વરસાદી પાણી ભરાયા હતા. હાઇવે સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા. ગઠામણ પાટિયા નજીક પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સામાન્ય વરસાદમાં જ વારંવાર પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.

સંબંધિત સમાચાર