- સચિન બાબુભાઈ ભોઈ
- અનિલ રમેશભાઈ ભોઈ
- શૈલેષ નારણભાઈ ભોઈ
- રાજેશ ચંદુભાઈ ભોઈ (તમામ રહે.ઇડર ભોઈ વાડા)
ઈડર નજીક ટ્રિપલ અકસ્માતમાં ભોય સમાજના ચાર યુવાનના કરૂણ મોત : પંથકમાં માતમ છવાયો

15 ડિસેમ્બર રેવાસ પાસે થયેલા ગમખ્વાર અકસ્માત બાદ આજે ઈડરમાં કાળજું કંપાવી દે તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનાર ભોઈ સમાજના ચારેય યુવાનના મૃતદેહોનું પીએમ કર્યા બાદ જ્યારે તેમને ભોઈવાડા લાવવામાં આવ્યા, ત્યારે આખું નગર હિબકે ચઢ્યું હતું. કડિયા કામ કરી પરિવારનો ગુજારો કરતા આ ચાર આશાસ્પદ યુવાનની અર્થી એક જ ફળિયામાંથી એકસાથે ઉઠતાં સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો હતો.
ભોઈ સમાજના આગેવાનોના નિર્ણય મુજબ, ચારેય મિત્રની અંતિમયાત્રા એકસાથે કાઢવામાં આવી હતી અને સ્મશાનમાં એકસાથે જ અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા. એક જ સમાજના ચાર-ચાર યુવાનની ચિતા એકસાથે સળગતી જોઈ હાજર રહેલા દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે ઈડરના ભોઈવાડા વિસ્તારમાં ચુસ્ત શોક પાળવામાં આવ્યો હતો.
મૃતકોના નામ
સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
13 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
