રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 માર્ચ, 2025| Super Admin

પાલનપુર શહેરમાં સીમલા ગેટ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ભગવાન ભરોસે?

પાલનપુર શહેરમાં સીમલા ગેટ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ભગવાન ભરોસે?
સીમલા ગેટ વિસ્તારના જાહેર ચોકમાં ગાયોના ટોળા અને રિક્ષાનો જમાવડો ટ્રાફિકની વ્યવસ્થા સંભાળતા પોલીસ કર્મી ટી.આર.બી જવાન શોધ્યા જડતા ન હોવાની રાવ; પાલનપુર શહેર વિસ્તારમાં ટ્રાફિક ની સમસ્યા દિન પ્રતિ દિન વકરી રહી છે. ત્યારે શહેરના સીમલાગેટ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ભગવાન ભરોસે ચાલતી હોવાની રાવ ઉઠી છે. શહેરમાં ટ્રાફિક સંચાલનની જવાબદારી ટ્રાફિક વિભાગની છે. ત્યારે કેટલાક ટ્રાફિક પોલીસ કર્મચારી તેમજ ટીઆરબી જવાન ટ્રાફિક સમયે ટ્રાફિક નું સંચાલન કરવા ડ્યુટી સમયે ટ્રાફિક પોઇન્ટ ઉપર હાજર હોતા ન હોવાની રાવ વચ્ચે રોડની વચ્ચોવચ રીક્ષા ચાલકો તેમજ અન્ય વાહન ચાલકો પોતાના વાહનો અડચણ રૂપી રાખી વધારાનું ટ્રાફિક કરતા હોય છે. તેમજ ટ્રાફિક સર્કલો ઉપર ગાયો ના ટોળા એકઠા થયા જોવા મળે છે. જેના કારણે જાહેર રસ્તા ઉપર થી પસાર થવામાં રાહદારીઓ અને વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓ ભોગવી પડી રહી છે. જેમાં શહેરના ભરચક વિસ્તાર સીમલા ગેટ મા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યા જોવા મળી રહી છે. અહીં ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા પોલીસ કર્મી તેમજ ટીઆરબી જવાન શોધ્યા મળતા ન હોવાનું રાવ ઉઠી છે. સીમલા ગેટ વિસ્તારની આ તસ્વીર ટ્રાફિક વ્યવસ્થા બાબતે ઘણું બધું કહી જાય છે. શું પાલનપુર શહેર ની ટ્રાફિક વ્યવસ્થા ભગવાન ભરોસે ચાલી રહી છે? આ પ્રશ્ન શહેરના જાગૃત લોકોમાં ચર્ચા તો સાંભળવા મળી રહ્યો છે. શું જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા શહેરની ટ્રાફિક વ્યવસ્થા માં સુધારો લાવશે ખરા?

સંબંધિત સમાચાર