રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા28 માર્ચ, 2025| Super Admin

ડીસામાં ટ્રાફિકને નડતર રૂપ મુખ્ય માર્ગો પરના દબાણો હટાવાયા

ડીસામાં ટ્રાફિકને નડતર રૂપ મુખ્ય માર્ગો પરના દબાણો હટાવાયા
ડીસા શહેરમાં ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો, લારી ગલ્લા હટાવવાની સંયુક્ત ઝુંબેશ હાથ ધરાઈ હતી. ઘણા દિવસો પછી ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ડીસામાં મુખ્ય બગીચા સર્કલથી મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ રોડ તેમજ લાયન્સ હોલથી ચંદ્રલોક રોડ, બસ સ્ટેન્ડ વિસ્તાર, ફુવારા વિસ્તાર પર છેલ્લા ઘણા સમયથી ફેરિયાઓ, શાકભાજી- ફ્રુટની લારીઓ, નાસ્તાની લારીઓ દ્વારા ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે ઉભા રહેતા હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત રસ્તા પરના દુકાનદારો દ્વારા પણ પોતાની દુકાનથી આગળ છેક રસ્તા પર નડતરરૂપ થાય તે રીતે સાઈન બોર્ડ મૂકવામાં આવે છે. જેથી આ રસ્તા પર સવારે અને સાંજના સમયે પીકઅપ અવર દરમિયાન ખૂબ જ ટ્રાફિક થાય છે અને લોકોને પણ ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડી રહી છે. જેથી આ અંગેની વારંવારની રજૂઆતોના પગલે આજે ડીસા નગરપાલિકા અને ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાઈ હતી. ડીસા નગરપાલિકાના દબાણ હટાવ અધિકારી મનોજભાઈ પટેલના જણાવ્યા અનુસાર, રસ્તા વચ્ચે ઊભી રહેતી લારીઓ જપ્ત કરાઈ હતી તેમજ ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે પડેલા વેપારીઓના બોર્ડ પણ ઉઠાવી લેવામાં આવ્યા હતા. મોડી સાંજ સુધી પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. ઘણા દિવસો પછી નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતે ટ્રાફિકને નડતરરૂપ દબાણ ઝુંબેશ શરૂ થતા શાકભાજી અને ફ્રુટ લારી ચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે રસ્તાઓ પહોળા જણાતા લોકોએ પણ રાહત અનુભવી હતી.

સંબંધિત સમાચાર