રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 જૂન, 2025| Super Admin

કાણોદર ગામે હાઈવે પરની દુકાનો આગળ પાણી ભરાઇ જતા વેપારીઓ પરેસાન

કાણોદર ગામે હાઈવે પરની દુકાનો આગળ પાણી ભરાઇ જતા વેપારીઓ પરેસાન
હાઇવે પર વરસાદી પાણીના નિકાલની કેનાલ અધૂરી છોડી મૂકાતા સમસ્યા સર્જાઇ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નહિ આવે તો ચક્કાજામની ચીમકી અપાઇ પાલનપુર તાલુકાના કાણોદર ગામના હાઇવે પર ઓવરબ્રિજના કામને લઇ સ્થાનિક લોકો તેમજ વેપારી મુશ્કેલીમાં મુકાયા છે. અહી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં ન આવતા સામાન્ય વરસાદમાં દુકાનો આગળ પાણી ભરાઇ જવાને લઇ વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જેને લઈ વરસાદી પાણીના નિકાલની તાકીદે વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. કાણોદર હાઇવે પર ઓવરબ્રિજને લઇ હાઇવે પહોળો કરવામાં આવ્યો છે સાથે હાઈવેની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ બનાવવામાં આવી છે.જેને અધૂરી છોડી મૂકવામાં આવતા વરસાદી પાણી અહી રોડની બંન્ને સાઈડમાં દુકાનો આગળ ભરાઇ રહે છે જેને લઈ લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ મામલે અનેક વાર હાઇવે ઓથોરિટીને જાણ કરવામા આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હાલમાં પડેલા સામાન્ય વરસાદમાં અહી પરિસ્થિતિ વણસી છે. જેને લઇ અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.જેથી જવાબદાર તંત્ર દ્વારા સત્વરે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ ઉઠવા પામી છે. તેમ છતાં તેમની માંગણી સંતોષવામાં નહિ આવે તો હાઇવે પર ચક્કાજામ કરવાની વેપારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સંબંધિત સમાચાર